રાજયમા છેલ્લા દસ દિવસમાં સરેરાશ અઢી હજારથી વધુ કોરોના ના કેસ નોંધાયા

  • April 06, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધટી રહેલો રિકવરી રેટ...ચિંતાનો વિષય!
 

ગુજરાતમાં કોરોનાની મહામારી એ ભરડો લીધો છે છેલ્લા દસ દિવસમાં રાજ્યમાં કૂદકે ને ભૂસકે કોરોના ના કેસ બહાર આવી રહ્યા છે.રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 25,278 એટલે કે દૈનિક અઢી હજારથી વધુ કેસ સરેરાશ નોંધાઈ રહ્યા છે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના એ નવો રેકોર્ડ બનાવ્યો છે સૌથી વધુ 3160 કેસ નોંધાયા છે .છેલ્લા  118 દિવસ બાદ રાજ્યમાં એક સાથે એક જ દિવસમાં પંદર લોકોએ દમ તોડયા છે. અગાઉ 8 ડિસેમ્બર એક જ દિવસમાં પંદર દર્દીઓના મોત સરકારના ચોપડે નોંધાયા છે. કોરોનાની મહામારી ની ગંભીરતા બતાવી રહ્યા છે.

 


ગુજરાતમાં કોરોના ના કુલ કેસની સંખ્યા 321647 પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 4581નાગરિકોના જીવ કોરોના એ લઈ લીધા છે. અત્યાર સુધીમાં કોરોના ને મહાત કરી ને બહાર આવનાર દર્દીઓની સંખ્યા 300765 છે. જોકે ગુજરાતમાં રિકવરી રેટ ઘટીને 93.52 ટકા આવી ગયો છે. જે સૌથી ચિંતાજનક બાબત છે.

 


વધી રહેલા કોરોના ના કેસ ને કારણે ગઇકાલે મળેલી રાજ્ય સરકારની હાઈપાવર કમિટી માં કેટલાક મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે .જેમાં આઠ મહાનગરમાં 500 -500 બેડના 8 કોવીડ સેન્ટર ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમજ ઓક્સિજન સપ્લાયને 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્ર ને આપવું પડશે. આ ઉપરાંત અમૂલ પાર્લર અને એપીએમસી ખાતે એક રૂપિયામાં માસ્ક મળે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.

 


રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 25,278 નોંધાયા
27 માર્ચ 2276
28 માર્ચ 2270
29 માર્ચ 2252
30 માર્ચ 2220
31 માર્ચ 2360
1 એપ્રિલ 2410
2 એપ્રિલ 2640
3 એપ્રિલ 2815
4 એપ્રિલ 2875
5 એપ્રિલ 3160.

 

કેન્દ્રની સુચના 45થી ઓછી ઉંમરના કોરોના વોરિયર્સ વેક્સિનેશન રજિસ્ટ્રેશન શરૂ કરાશે
કેન્દ્રના  આરોગ્ય વિભાગે 45વર્ષથી ઓછી ઉંમરના હેલ્થવર્કર અને ફ્રન્ટલાઈન વર્કર માટે બંધ કરેલ વેક્સિન રજિસ્ટ્રેશન ફરી શરૂ કરવામાં આવે તેવો પત્ર કેન્દ્રના આરોગ્ય સચિવ તમામ રાજ્યોને લખ્યો છે અને સૂચના આપી છે ,કે હવે 18થી 44 વર્ષ ધરવતા હેલ્થવર્કર કે ફ્રન્ટલાઈન વર્કર માટે એમ્પ્લોયર સર્ટિફિકેટ ફરજીયાત કરવામા આવે.આ મામલે રાજ્યોના સચિવને કેન્દ્રીય આરોગ્ય સચિવે પત્ર લખી સુચના અપાઈ છે.

 


રેમડેસીવીર ઇંજેક્શનના ભાવ ઘટાડવા માટે રાજ્યની કેંદ્ર સરકાર સમક્ષ માંગ.
ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસના પગલે રેમડેસીવીર ઇન્જેક્શન માંગ ખૂબ વધવા પામી છે જેને લઇને ઇન્જેક્શનના ભાવમાં રાહત આપવા કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે માગણી કરી છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલની કેંદ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને રજુઆત કરી હતી. રાજ્યમાં વધી રહેલા ઇન્જેક્શનની માંગના પગલે આ ભાવ ઘટાડો આપવામાં આવે તો સામાન્ય નાગરિકને લાભ થઈ શકે તેમ છે.

 


 એક રૃપિયાનો મળશે માસ્ક !
કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ રૂ. બે હજાર કોવિડ કેર સેન્ટર માટે દૈનિક મહત્તમ પદરસો થી વધુચાર્જ લઇ શકાશે નહી. જેમારેમડીસીવીર ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થતો નથી. આગામી દિવસોમાં રાજ્યની બધી જ એપીએમસી  અને અમૂલ પાર્લર પરથી ટ્રિપલ લેયર માસ્ક રૂપિયા એકની  કિંમતે નાગરિકોને મળતા થશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS