50 કરોડથી વધુ facebook યૂઝર્સના ફોન નંબર, બેન્ક એકાઉન્ટ સહિતનો ડેટા લીક

  • April 04, 2021 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેસબુકના ૫૦ કરોડથી વધુ યૂઝર્સનો ખાનગી ડેટા લીક થયો છે ફેસબુકના લીક થયેલા ડેટામાં ઇમેલ એડ્રેસ અને ફોન નંબર સહિત તમામ અંગત જાણકારીઓ નો સમાવેશ થાય છે. એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા કંપનીનું કહેવું છે કે આ રિપોર્ટ જૂનો છે.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાયબર નિષ્ણાંત નું જણાવ્યું છે કે ૫૦ કરોડથી વધુ ફેસબુક યુઝર્સ ની અંગત જાણકારી હેકર્સ માં હાથમાં આવી ગઇ છે. વર્ષ ૨૦૧૯માં લીક થયેલા આ ડેટા માં ઇમેલ એડ્રેસ મોબાઈલ નંબર બેંક અકાઉન્ટ જેવી તમામ જાણકારીઓ નો સમાવેશ થાય છે. 

 

હડસન રોક સાઇબર ક્રાઇમ ઇન્ટેલિજન્સ ફર્મના મુખ્ય પ્રોધોગિક અધિકારી એલન ગેલે શનિવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે આ સાથે ફેસબુકની ના પણ કરી હતી સાથે જ ફેસબુકની બેદરકારીને ભૂલ માટે જવાબદાર ગણાવી હતી. જોકે કંપનીએ આ રિપોર્ટને જૂનું ગણાવ્યો છે કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે august 2019 માં આ અંગે જાણકારી મળી હતી અને આ ક્ષતિને દૂર પણ કરી લેવામાં આવી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application