6 મહાનગરમાં કુલ 1.14 કરોડ મતદારો કરશે મતદાન, 2276 ઉમેદવારો મેદાનમાં

  • February 21, 2021 08:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરુ થઈ ચુક્યું છે. 144 વોર્ડ ના 2276 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં આજે સીલ થશે. રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે કુલ 144 વોર્ડમાં 2276 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. આ 2276 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. લોકો મતદાનનો ઉપયોગ કરશે જ્યારે જૂનાગઢ કોર્પોરેશનના 2 વોર્ડની પેટા ચૂંટણીમાં કુલ 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશનના 2 વોર્ડની પેટા ચૂંટણીમાં 14 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 અમાન્ય રાખવામાં આવી છે અને 11 ઉમેદવારી માન્ય રાખવામાં આવી છે જ્યારે એક બેઠક બિનહરીફ પણ જાહેર થઈ છે. જે અમદાવાદ કોર્પોરેશનની છે.
 

ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે 144 વોર્ડ માટે ભાજપના 575 કોંગ્રેસના 564 બસપાનાં 167 ભારતીય સામ્યવાદી પાર્ટીના 7 નેશનલ કોંગ્રેસ 89 ભારતના માર્કસવાદી પક્ષના 17 સમાજવાદી પાર્ટીના 3 જનતા દળ 1, જનતાદળ સેક્યુલર ના 3 આમ આદમી પાર્ટીના 469અન્ય 155 અપક્ષ 226 મળીને 2,276 ઉમેદવારો મેદાનમાં છે. આ વખતે એક બેઠક બિનહરીફ અમદાવાદમાં જાહેર થઇ છે.
 

રાજકીય પક્ષોની જો વાત કરવામાં આવે તો 6 કોર્પોરેશનમાં દસ જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી (ભાજપ), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ), આમ આદમી પાર્ટી(આપ), નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચે અનેક બેઠકો પર સીધી ટક્કર છે. અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી), ભારતીય સામ્યવાદી પક્ષ (સીપીઆઈ), ભારતનો સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી (એસપી) જનતાદળ સેક્યુલર (જેડીએસ) અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન (એઆઈએમઆઈએમ) સહિતના અન્ય અને અપક્ષ ઉમેદવારોએ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે.
 

કોર્પોરેશનની બેઠકની જો વાત કરવામાં આવે તો જ કોર્પોરેશનમાં 576 બેઠકોમાં 2276 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં ભાજપના 575 ઉમેદવારો, કોંગ્રેસના 564 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 468 ઉમેદવારો, બસપા પક્ષના 167 ઉમેદવારો, એન.સી.પીના 89 ઉમેદવારો અન્ય 155 અને અપક્ષના 225 ઉમેદવારો મળીને કુલ 2276 જેટલા ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણી મેદાનમાં છે. 
 

કઈ કોર્પોરેશનમાં કેટલા વોર્ડ અને કેટલા ઉમેદવારો

અમદાવાદ 48 વોર્ડ 773 ઉમેદવારો.
સુરત 30 વોર્ડ 484 ઉમેદવારો.
વડોદરા 19 વોર્ડ 279 ઉમેદવારો.
જામનગર 16 વોર્ડ 236 ઉમેદવારો.
રાજકોટ 18 વોર્ડ 293 ઉમેદવારો.
ભાવનગર 13 વોર્ડ 211 ઉમેદવારો
 

6 મહાનગરમાં કુલ 1.14 કરોડ મતદારો

રાજ્યની 6 મહાનગરપાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ 1,14,67,358 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં કુલ 60,60,540 જેટલા પુરુષો અને 54,06,279 મહિલા મતદાર અને 539 ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન કરશે. તેમાંથી સૌથી વધુ ટ્રાન્સજેન્ડર મતદાર 204ની સંખ્યા સાથે વડોદરા પ્રથમ સ્થાને છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરશે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS