ગુજરાતમાં દ્વિચક્રી વાહનોનું સ્થાન મોટરકાર લઇ રહી છે, 30 વ્યક્તિએ એક કાર

  • March 15, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્કૂટરનું સ્થાન ગિયરલેસ વાહનોએ લીધું છે, 2.67 કરોડ વાહનોમાં 1.95 કરોડ દ્વિચક્રી

 ગુજરાત વાઇફાઇ તો થયું નથી પરંતુ હાઇફાઇ જરૂર થયું છે. સરકારના મફત કે ચાર્જેબલ વાઇફાઇની લોકોને હવે જરૂર નથી પરંતુ હાઇફાઇ થવા માટે ગાડીની જરૂર છે. રાજ્યની આરટીઓ કચેરીમાં દ્વીચક્રી વાહનોની જગ્યાએ કારની સંખ્યા વધતી જાય છે. કારની સંખ્યાનો આંકડો જોતાં એવું કહી શકાય છે કે ગુજરાતમાં પ્રત્યેક 30 વ્યક્તિએ એક કાર છે.

 


જો કે વર્તમાન યુગમાં ટુ-વ્હિલરનો શોખ ઓછો થયો નથી. સસ્તુ અને સરળ સાધન ટુ-વ્હિલર માનવામાં આવે છે. ટૂંકા અંતરની સફારીમાં પરિવારના સભ્યો બાઇકને વધારે પસંદ કરે છે. આંકડા જોતાં કહી શકાય કે આજે દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પાસે બાઇક કે એક્ટિવા મોજૂદ છે. સ્કૂટરની કંપ્નીઓએ ગિયરવાળા વાહનોનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

 


ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં વાહનોની સંખ્યા 140 ટકા વધી છે. ખાસ કરીને બાઇક અને કારનું ચલણ વધ્યું છે. ગુજરાતમાં 30 લાખ તો ટ્રાન્સપોર્ટ વ્હિકલ છે જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વ્હિકલની સંખ્યા વધીને 2.10 કરોડ થવા જાય છે, જેના કારણે પાર્કિંગ અને ટ્રાફિક નિયમનની સમસ્યા ઉભી થઇ છે. ગુજરાતમાં છેલ્લી ગણતરી પ્રમાણે 35 લાખથી વધુ કાર છે. સૌથી વધુ 1.95  કરોડ દ્વિચક્રી વાહનો છે.

 


રાજ્યના વાહન વ્યવહાર વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતની સડકો ઉપર 2.70 કરોડ વાહનો ફરી રહ્યાં છે. એનો મતલબ એ થયો કે પ્રત્યેક ત્રીજી વ્યક્તિએ એક વ્યક્તિ પાસે કોઇને કોઇ વાહન છે. ગુજરાતમાં મજાની વાત તો એ છે કે 1961ની સાલમાં ગુજરાતમાં માત્ર 8132 ટુ-વ્હિલર હતા જે વધીને 1.95 કરોડ થઇ ગયા છે.

 


ગુજરાતના વાહન વ્યવહાર કમિશનરે બહાર પાડેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્યમાં 1980માં કુલ વાહનોની સંખ્યા 4.58 લાખ હતી જે 10 વર્ષમાં એટલે કે 1990માં વધીને 18.40 લાખ થયા હતા. વાહનોની ખરીદીમાં સૌથી મોટો ઉછાળો 2010માં આવ્યો અને તે વર્ષમાં વાહનોની સંખ્યા એક કરોડને પાર થઇ ચૂકી હતી.

 


ગુજરાતના લોકોની આવકમાં વધારો થતાં ટુ-વ્હિલરની સાથે સાથે પરિવારો કારના શોખ ધરાવતા થયા છે. 1980માં ગુજરાતમાં માત્ર 52817 નોંધાયેલી કાર હતી. આજે કારની સંખ્યા 35 લાખને પસાર થવા આવી છે.

 


વાહન વ્યવહાર કમિશનરેટના આંકડા કહે છે કે 1990માં રાજ્યભરના માર્ગો પર 18.40 લાખ વાહનો દોડતા હતા જે સંખ્યા 2000ની સાલમાં વધીને 51.90 લાખ થઇ હતી. રાજ્યમાં એક કરોડ કરતાં વધુ વાહનો 2010માં થયાં છે. ઇન્ટરેસ્ટીંગ બાબત એવી છે કે રાજ્યમાં વાહનોની સંખ્યા આટલા વર્ષોમાં કદી ઘટી નથી. સૌથી વધુ વાહનો વધવાની કેટેગરીમાં પ્રથમ દ્વિચક્રી વાહનો આવે છે અને ત્યારબાદ મોટરકાર આવે છે જે આજના સમયમાં સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. રાજ્યમાં ઓટોરીક્ષાની સંખ્યા 90 હજાર થઇ છે જ્યારે ટ્રેક્ટરની સંખ્યા 82 હજાર છે.

 

ગુજરાતમાં ---------- વાહનો (કરોડમાં) ....
1989-90 ---------- 0.18
1999-00 ---------- 0.51
2009-10 ---------- 1.18
2016-17 ---------- 2.20
2017-18 ---------- 2.38
2018-19 ---------- 2.52
2019-20 ---------- 2.67


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS