શહેરની હોસ્પિટલોમાં બીયુપીનો સર્વે કરવા મ્યુ. કમિશનર અરોરાનો આદેશ

  • September 08, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આવેલી તમામ હોસ્પિટલોમાં બીયુપી (કમ્પ્િલશન સર્ટિફિકેટ) નો સર્વે કરવા મ્યુનિસિપલ કમિશનર અમિત આરોરાએ આદેશ કરતા આજે સવારથી ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની ટુકડીઓ દ્રારા વોર્ડવાઈઝ ચેકિંગ શ કરવામાં આવ્યું છે.

 

વિશેષમાં આ અંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે શહેરમાં કાર્યરત તમામ ૪૧૬ હોસ્પિટલોમાં બીયુપીનું ચેકિંગ કરાશે અને જો બીયુપી નથી તો કયા કારણોસર નથી તેની તપાસ કરવામાં આવશે.

 


યારે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં બીયુપી નથી તે મુદ્દે ત્રણ પ્રકારે તપાસ થઇ રહી છે જેમાં (૧) અગાઉથી જ બીયુપી વિના હોસ્પિટલ કાર્યરત છે કે કેમ ? (૨) બાંધકામમાં હેતુફેરના કારણે બીયુપી મળ્યું નથી કે કેમ ? (૩) મંજૂરી મળવાપાત્ર નહીં હોવાના કારણે બીયુપી મળ્યું નથી. આજે સવારથી ૨૫ ઇજનેરોની ટીમ દ્રારા ચકાસણી શ કરાઇ છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનન્દ કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં આગકાંડમાં છ દર્દીઓના મૃત્યુ બાદ શહેરની તમામ હોસ્પિટલોમાં ફાયર બ્રિગેડ દ્રારા ચેકિંગ કરાયું હતું તત્કાલીન સમયે ફુલ ૪૧૬માંથી ૧૪૪ હોસ્પિટલો પાસે કમ્પ્િલશન નહિ હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડું હતું તે વિગતોના આધારે હાલ વિશેષ તપાસ થઇ રહી છે. મહત્તમ ૨૪થી ૪૮ કલાકમાં આ સર્વે પૂર્ણ થઇ જશે.

 


મહત્વપૂર્ણ છે કે હોસ્પિટલની વ્યાખ્યા અનુસાર જે હોસ્પિટલમાં ઇનડોર પેશન્ટ દાખલ કરાતા હોય તેવા સંકુલોમાં સર્વે ચાલી રહ્યો છે, સામાન્ય કિલનિક વિગેરેની ઇમારતો આ સર્વેમાં સામેલ નથી. નોંધનીય છે કે અમદાવાદમાં છેલ્લા એક સાહથી મહાનગરપાલિકા દ્રારા ઉપરોકત પ્રકારનો સર્વે ચાલી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS