મુંબઈએ શાનદાર બોલિંગથી કોલકાત્તાને 10 રને હરાવ્યું, રાહુલની 4 વિકેટ

  • April 14, 2021 08:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈએ આપેલા 153 રનના ટારગેટનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈટરની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 142 રન જ બનાવી શકી. મુંબઈએ આ સીઝનની પહેલી જીત મેળવી છે. ની ઓપનિંગ જોડી નિતિશ રાણેએ 57(47) અને શુભમન ગીલે 33(24) ટીમને સારી શરૂઆત અપાવી હતી.

 


શુભમનના આઉટ થયા બાદ અન્ય કોઈ ખેલાડી મેદાન પર લાંબો સમય સુધી ટકી શક્યો નહીં. રાહુલ ત્રિપાઠી 5(5), કેપ્ટન ઈયોન મોર્ગન 7(7), શાકિબ અલ હસન 9(9) રન બનાવીને આઉટ થઈ ગયા હતા.ત્યાર બાદ અંતિમ ઓવરમાં આંદ્રે રસેલ 9(15) અને હરભજન સિંહ માત્ર 2 રન જ બનાવી શક્યો હતો.

 


મુંબઈની બોલિંગની વાત કરીએ તો સૌથી સારું બોલિંગ પ્રદર્શન રાહુલ ચહરનું જોવા મળ્યું. રાહુલે 4 ઓવરમાં 27 રન આપીને મહત્વની 4 વિકેટો લીધી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટે 2 અને કૃણાલ પંડ્યાને 1 સફળતા મળી હતી. જ્યારે જેનસેન, બુમરાહ, પોલાર્ડને કોઈ સફળતા મળી નહોતી. મેચમાં કોલકાત્તાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી ઈનિગમાં બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 152 રન કરી કોલકાત્તાને 153 રનનો ટારગેટ આપ્યો હતો. મુંબઈ તરફથી સૌથી વધુ રન સૂર્યકુમાર યાદવે માત્ર 36 બોલમાં 56 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન રોહિત શમર્એિ પણ 32 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય હાર્દિક પંડ્યા 15(17), કૃણાલ પંડ્યા 15(9), પોલાર્ડ 5(8), ઈશાન કિશન માત્ર 1 રન અને ડી કોક 2 રન જ બનાવી શક્યો હતો.

 


પહેલી ઈનિંગની બોલિંગની વાત કરીએ તો સૌથી સફળ બોલર આંદ્રે રસલ રહ્યો હતો તેણે માત્ર 2 ઓવરમાં 15 રન આપીને 5 વિકેટ લીધી હતી. જ્યારે કમિન્સ 2 અને ચક્રવર્તી, શાકિબ, પ્રસિદ્ધને 1-1 વિકેટ મળી હતી.

 

આજે બેંગલોર સામે ટકરાશે હૈદરાબાદ, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નર વચ્ચે જંગ


જીતની સાથે પ્રારંભ કરનારી વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર નો ઇરાદો ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદવિરુદ્ધ લયને જાળવી રાખવાનો હશે. આરસીબીએ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. તો ડેવિડ વોર્નર ની આગેવાની વાળી સનરાઇઝર્સને પ્રથમ મેચમાં કોલકત્તાએ પરાજય આપ્યો હતો. પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન બાદ આરસીબી દેવદત્ત પડિક્કલની વાપસીથી વધુ મજબૂત થશે.

 


પડિક્કલ કોરોનાને માત આપી ચુક્યો છે અને તે રમવા માટે ફિટ છે. તે 22 માર્ચે કોરોનાથી સંક્રમિત થયો હતો અને ક્વોરેન્ટાઈન હતો. પડિક્કલ બુધવારે નહીં રમે તો વિરાટ કોહલીની સાથે વોશિંગટન સુંદર ઈનિંગની શરૂઆત કરશે. આરસીબી આવનારી મેચમાં મોહમ્મદ અઝહરુદ્દીન અને ઓસ્ટ્રેલિયાના લેગ સ્પ્નિર એડમ ઝમ્પાને ઉતારી શકે છે.
આરસીબી માટે બેટિંગનો દારોમદાર એબી ડિવિલિયર્સ અને કોહલી પર હશે જ્યારે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ ઉપયોગિતા સાબિત કરવા ઈચ્છશે. પ્રથમ મેચમાં તે સહજ જોવા મળ્યો અને કેપ્ટન કોહલી સહિત ટીમ મેનેજમેન્ટનું તેને સમર્થન હાસિલ છે. કણર્ટિકના 20 વર્ષીય બેટ્સમેન પડિક્કલે પાછલા સત્રની 15 મેચોમાં સર્વિધિક 473 રન બનાવ્યા હતા. તેણે 2020ની સીઝનમાં 5 અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે સૈયદ મુશ્તાલ અલી ટ્રોફીમાં 218 અને વિજય હઝારે ટ્રોફીમાં સાત મેચમાં 737 રન ફટકાયર્િ હતા.

 


પ્રથમ મેચમાં ડેબ્યૂ કરનાર રજત પાટીદાર પણ મોટી ઈનિંગ રમવા ઈચ્છશે. મુંબઈ વિરુદ્ધ બેંગલોરની બોલિંગ સારી રહી હતી. હર્ષલ પટેલે 27 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. બીજીતરફ હૈદરાબાદના ઓપ્નર ડેવિડ વોર્નર અને સાહા કોલકત્તા સામે સસ્તામાં આઉટ થયા હતા. આ બન્નેનો પ્રયાસ લય હાસિલ કરવાનો હશે.

 


સનરાઇઝર્સ ઈનિંગની શરૂઆત કરવા માટે વોર્નરની સાથે બેયરસ્ટોને ઉતારી શકે છે. બેયરસ્ટોએ પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી તો મનીષ પાંડેએ 61 રનનું યોગદાન આપ્યુ હતું. કેન વિલિયમસન આ મેચમાં પણ રમશે નહીં. ભુવનેશ્વર કુમાર કોલકત્તા સામે મોંઘો સાબિત થયો હતો પરંતુ તે વધુ સમય ખરાબ ફોર્મમાં રહેનાર બેટ્સમેન નથી.
પ્લેઇંગ ઇલેવન

 


બેંગલોર: વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિસ્ટિયન, વોશિંગટન સુંદર, શાહબાઝ અહમદ, મોહમ્મદ સિરાજ, કાઇલ જેમીસન અને યુજવેન્દ્ર ચહલ.

 


સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવિડ વોર્નર, રિદ્ધિમાન સાહા, મનીષ પાંડે, જોની બેયરસ્ટો, વિજય શંકર, અબ્દુલ સમદ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શમર્િ અને ટી નટરાજન.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS