સુશાંતના ટ્વિટર હેન્ડલ પર કેટલીક પોસ્ટ ડીલીટ કરવામાં આવી હતી, પોલીસને શંકા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે મુંબઈ પોલીસ બારીકાઈથી તપાસ કરી રહી છે. 14 જૂનના રોજ સાંજે પોતાના બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લધી હતી. ત્યાર બાદ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમજ જેજે હોસ્પિટલમાં તેના ઓર્ગન ને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા.

 

 ત્યારે તાજેતરમાં જ તેના ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા છે જેમાં સામે આવ્યું છે કે ફાંસી લગાવતી વખતે દમ ઘુટાવાના કારણે તેમનું નિધન થયું હતું.

 

સુશાંત સિંહ રાજપુતને લઈને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ડિપ્રેશનથી લડી રહ્યા હતા એવામાં પોલીસ દ્વારા સતત એના તણાવના કારણે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. 

 

આ કેસની તપાસ કરતી વખતે હવે મુંબઈ પોલીસે સુશાંતના ટ્વિટર હેન્ડલ પર ચકાસણી કરવાની શરૂ કરી છે.

 

 કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને એ બાબતની શંકા છે કે સુશાંતે પોતાના ટ્વિટર હેન્ડલ પરની કેટલીક પોસ્ટ ડીલીટ કરી નાખી હતી. પોલીસે ટ્વીટરને પત્ર લખી અને છ મહિનાનો રેકોર્ડ માંગ્યો છે.

 

સુશાંતની છેલ્લી ટ્વીટ ડિસેમ્બર 2019 બતાવી રહી છે ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતે કોઈ ટ્વિટ કરી નથી. આવું આપેલા થયું ન હતું કે સુશાંત સિંહ રાજપૂત માઇક્રોબ્લોગિંગ સાઇટ થી આઠ આટલા લાંબા સમયગાળા સુધી દૂર રહ્યા હોય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS