81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતમાં કોનું શાસન ?: કાલે ફેંસલો

  • March 01, 2021 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકા જેવી ક્લિન સ્વીપ ભાજપને મળશે કે કોંગ્રેસ ગામડામાં સારો દેખાવ કરશે ? રાજકારણમાં પૂછાતો સવાલ

 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતમાં ગઈકાલે ધીંગુ મતદાન થયા બાદ આવતીકાલે મત ગણતરી હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને તમામ 6 શહેરમાં સત્તાના સૂત્રો પ્રજાએ ફરી સોંપ્યા છે અને અમુક મહાનગરપાલિકાઓમાં તો કોંગ્રેસનું ધોવાણ થઈ ગયું છે. આવી સ્થિતિ પંચાયતની ચૂંટણીના પરિણામમાં જોવા મળશે કે કેમ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

 


રાજકીય નિરીક્ષકોના જણાવ્યા મુજબ પંચાયતોની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારો હોવાના કારણે મતદાનના ટકાવારી વધુ હોય છે. ભાજપનું શહેરમાં જે મુજબનું નેટવર્ક અને એકતા જોવા મળી હતી તેવી એકતા અને નેટવર્ક ગ્રામ્ય વિસ્તારમાં પ્રમાણમાં ઓછી જોવા મળી છે. અમુક સ્થળોએ તો ભાજપ સામે બળવાખોર ભાજપ જેવું ચિત્ર ઉપસતું હતું. આ પરિસ્થિતિમાં ભાજપ્ને મહાનગરપાલિકાની જેમ ગ્રામ્ય વિસ્તારમાં ક્લિસ સ્વીપ મળે તેવી શકયતા ઓછી છે. જો કે, 2015ની ચૂંટણીના પ્રમાણમાં આ વખતે દેખાવ સારો રહેશે તેમ રાજકીય નિરીક્ષકો જણાવે છે.

 


આવતીકાલે તમામ તાલુકા મથકોએ જે તે તાલુકા પંચાયતનું અને તે તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતોની બેઠકોની મત ગણતરી હાથ ધરવામાં આવશે. 2015માં નરેન્દ્ર મોદીનો કરિશ્મા યથાવત હોવા છતાં પંચાયતોમાં મોદી કરતાં પાસ અને હાર્દિક ફેકટર વધુ ચાલ્યા હતા. આ વખતે આ બન્ને ફેકટરોની પ્રમાણમાં ગેરહાજરી છે ત્યારે પરિણામો શું આવે છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application