મલ્લિકા શેરાવતે વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, કહ્યું- 'પુરુષો નહિ પણ મહિલાઓના કારણે મારે દેશ છોડવો પડ્યો'

  • September 14, 2021 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી મલ્લિકા શેરાવત તેની ફિલ્મોમાં બોલ્ડ અદાઓ માટે જાણીતી છે. તેણે 2003માં ફિલ્મ 'ખ્વાહિશ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અભિનેત્રીની વધારે ચર્ચા 'મર્ડર' ફિલ્મમાં આપેલા જબરદસ્ત બોલ્ડ સીનને લઈને થઈ હતી. હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં મલ્લિકા શેરાવતે ફિલ્મ ઉદ્યોગમાં પોતાના ખરાબ અનુભવને યાદ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, 'તેના વિશે ખરાબ લખવામાં અને બોલવામાં આવ્યું. આ કારણથી તેને દેશ છોડવાનો નિર્ણય લેવો પડ્યો.'

 

એક ઇન્ટરવ્યૂમાં મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે, 'વર્ષોથી સમાજ વિકસ્યો છે, જ્યાં લોકો પહેલા કરતાં બોલ્ડ ફિલ્મોને લઈ વધુ સહજ બન્યા છે. તેમણે કહ્યું, “મેં જયારે શરૂઆત કરી ત્યારે લોકો બહુ જજમેન્ટલ હતા. લોકો કહેતા હતા કે તે એક નીચલી કક્ષાની સ્ત્રી છે. તેની પાસે કોઈ નૈતિકતા નથી, તે બિકીની પહેરે છે, તેને ફિલ્મમાં કેવા સીન કર્યા છે. પડદા પર કિસિંગ સીન આપે છે. પરંતુ તે બધા અનુભવનો એક ભાગ છે, અને હું ખરેખર ખુશ છું કે સમાજમાં હાલ ઘણો વિકાસ થયો છે. લોકો વધુ સમજદાર બન્યા છે. આજે લોકો માટે નગ્નતા કોઈ મોટી વાત નથી ”

 

 

મલ્લિકા શેરાવતે વધુમાં જણાવ્યું હતું કે, 'તેને મીડિયાના ચોક્કસ વર્ગ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે મહિલાઓ હતી. કારણ કે પુરુષોને ક્યારેય તેમની સાથે કોઈ સમસ્યા ન હતી. પુરુષોએ હંમેશા મારી પ્રશંસા કરી છે. અને મને સમજાતું નથી કે આ સ્ત્રીઓ મારી વિરુદ્ધ કેમ છે, અને તેઓ મારા માટે આટલી  ખરાબ કેમ થઈ શકે. તેથી મેં થોડા સમય માટે દેશ છોડી દીધો કારણ કે હું વિરામ માંગતી હતી, પરંતુ આજે તેઓ મને સ્વીકારી રહ્યા છે, અને તેઓ મને વધુ પ્રેમ કરે છે, જેનો હું ખરેખર આનંદ અનુભવી રહી છુ.'

 

 

મલ્લિકાને કારકિર્દીમાં પ્રારંભિક સફળતા પછી, શેરાવતે વિદેશ જઈને હોલીવુડ અને ચીનમાં આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. તે ટૂંક સમયમાં જ ઈશા ગુપ્તા સાથે વેબ સેરીઝ 'નકાબ'માં જોવા મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS