માતાને બુલાયા હૈ.... દેશના સુપ્રસિદ્ધ ભજન ગાયક નરેન્દ્ર ચંચલનું નિધન

  • January 23, 2021 02:02 AM 482 views

માતાની ભેંટ ગાવા માટે પ્રખ્યાત જાણીતા ભજન ગાયક નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. સર્વપ્રિય વિહાર સ્થિત તેમના ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નરેન્દ્ર ચંચલ ઘણા લાંબા સમયથી બીમાર હતા. નરેન્દ્ર ચંચલ નાનપણથી જ માતાના ભજન ગાતા હતા અને તેમના ભજન ઘરે-ઘરમાં પ્રખ્યાત હતા. 
 

નરેન્દ્ર ચંચલ છેલ્લા ઘણા દાયકાઓથી કીર્તન અને જગરાતાની દુનિયામાં સક્રિય હતા. તેમણે રાજ કપૂરની ફિલ્મ બોબીમાં ગીત પણ ગાયું હતું. તેમને ઓળખ આ ગીતથી મળી હતી ત્યારબાદ તેમણે 1974માં બેનામ ફિલ્મનું ટાઈટલ સોન્ગ પણ ગાયું હતું. આ સિવાય તેમણે રોટી કપડા ઓર મકાનમાં ગાયેલું મહંગાઈ ગીત પણ લોકપ્રિય થયું હતું. તેમના સૌથી પ્રિય ગીતોમાંથી એક છે ફિલ્મ અવતારનું ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application