નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી વધુ લોકપ્રિય નેતા

  • June 18, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્લોબલ રેટિંગ 66%, અમેરિકા અને બ્રિટનના પ્રમુખ કરતા પણ સૌથી વધુ સ્વીકાર્ય નેતા, અમેરિકી ડેટા ઇન્ટેલિજન્સ ગ્રુપ્નો સર્વેકોરોના મહામારી ના સંકટ દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વૈશ્વિક સ્તર પર યથાવત્ રહી છે અને તેઓ દુનિયાના સૌથી વધુ સ્વીકાર્ય અને લોકપ્રિય નેતા તરીકે બહાર આવ્યા છે. અમેરિકી ડેટા ઈન્ટેલિજન્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ હકીકત ખુલી છે.

 


સ્વીકાર્યતા ના આ મામલામાં નરેન્દ્ર મોદી દુનિયાના અન્ય નેતાઓની તુલનામાં સૌથી આગળ ચાલી રહ્યા છે અને નરેન્દ્ર મોદીની ગ્લોબલ એપ્રુવલ રેટિંગ 66% રહી છે. અમેરિકા બ્રિટન અને ફ્રાંસ સહિત દુનિયાના કોઈ દેશના પ્રમુખ ને આટલા રેટિંગ મળ્ય નથી.

 


અહેવાલમાં જણાવ્યા મુજબ કોરોના મહામારી ના સંકટ કાળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા બ્રિટન રશિયા ઓસ્ટ્રેલિયા કેનેડા બ્રાઝિલ ફ્રાંસ અને જર્મની સહિત 13 દેશના અન્ય નેતાઓ થી શ્રેષ્ઠ સમર્થન ધરાવે છે અને લોકપ્રિયતા તેમજ સૌથી સ્વીકાર્ય નેતા તરીકે તો દુનિયામાં નંબર વન છે.

 


જોકે અહેવાલમાં એવો ઉલ્લેખ પણ છે કે કોરોનાવાયરસ ની બીજી લહેર દરમિયાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો પરંતુ તેમ છતાં સ્વીકાર્ય નેતા તરીકે તેઓ અત્યારે દુનિયામાં ટોપ પર ચાલી રહ્યા છે. દુનિયાના અન્ય નેતાઓ કરતાં તેમનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે.

 


રેટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી ઇટાલીના વડાપ્રધાનનો નંબર આવે છે અને તેમનું રેટિંગ 65 ટકા છે. જ્યારે ત્રીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ આવે છે અને તેમનું રેટિંગ 63 ટકા જેટલું છે. દેશમાં વિરોધ પક્ષના નેતાઓ દ્વારા નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં આવે છે પરંતુ વૈશ્વિક સ્તર પર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે અને દુનિયાના તમામ નેતાઓને પાછળ રાખીને તેઓ ટોપ પર ચાલી રહ્યા છે અને દુનિયામાં સૌથી સ્વીકાર્ય નેતા તરીકે અત્યારે તેઓ નંબર વન તરીકે સ્થાન ભોગવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS