ગુજરાતના 50 ટકા ગામોમાં નર્મદાના પાણી પહોંચ્યા છે, માત્ર 230 ગામોને ટેન્કરથી પાણી મળે છે

  • March 18, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના 17843 ગામો પૈકી 9360 ગામોને નર્મદા પાઇપલાઇનથી તેમજ 797 ગામોને સાદા કૂવાના પાણી મળે છે, નર્મદાનું સૌથી વધુ પાણી મેળવતા ગામો કચ્છમાં આવેલા છેગુજરાતમાં નલ સે જલ યોજના 2022માં પૂર્ણ થઇ રહી છે ત્યારે અત્યારે રાજ્યના 17843 ગામો પૈકી નર્મદા યોજનાથી જોડાયેલા ગામોની સંખ્યા વધીને 9360 થઇ છે. એટલે કે 50 ટકા ગામોને નર્મદાનું પાણી પીવા માટે મળી રહ્યું છે, જ્યારે આજે પણ રાજ્યના 797 ગામો કૂવાના પાણી પી રહ્યાં છે.

 


રાજ્યના પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના આદિવાસી વિસ્તારમાં હેન્ડપમ્પથી પાણી પીતા ગામોની સંખ્યા ઘટીને 394 થઇ છે, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં પાઇપલાઇનથી પાણી આપવામાં આવે છે. નર્મદા સિવાયના જળસ્ત્રોતની જૂથ યોજના હેઠળ રાજ્યમાં 4039 ગામડાને પાણી મળે છે. મીની પાઇપલાઇન યોજના મારફતે કુલ 562 ગામડા પાણી મેળવી રહ્યાં છે.

 


રાજ્યમાં વ્યક્તિગત યોજના હેઠળ પાઇપલાઇનથી પાણી મેળવતા ગામડાની સંખ્યા 2691 છે. જૂથ યોજના હેઠળ કુલ 13399 ગામડાઓને પાણી મળી રહ્યું છે. પીવાના પાણીની સમસ્યા સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળતી હોય છે પરંતુ સારો વરસાદ થાય તો સૌરાષ્ટ્રમાં ચેકડેમથી પાણી જમીનમાં ઉતરે છે, જ્યારે નર્મદા યોજનાની પાઇપલાઇનથી મોટાભાગના ગામડાને પાણી આપવામાં આવે છે પરિણામે હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળસંકટની સમસ્યા સર્જાતી નથી.

 


રાજ્યમાં ટેન્કર મારફતે પાણી મેળવતા ગામોની સંખ્યા હજી પણ 230 જેટલી થવા જાય છે. આ ગામોમાં પાણી પુરવઠાની કોઇ યોજનાઓ અસર કરતી નથી. રાજ્યનું લક્ષ્ય છે કે 2022 સુધીમાં પ્રત્યેક ગામ અને ઘરને નળ મારફતે પાણી પુરૂં પાડવામાં આવશે. આ કેન્દ્રનો નિર્ણય છે અને ગુજરાત સરકારે આ નિર્ણય પર કામ શરૂ કરી દીધું છે. મહત્વની બાબત એવી છે કે નર્મદા યોજના મારફતે સૌથી વધુ પાણી મેળવતા 877 ગામડાઓની સંખ્યા એકમાત્ર કચ્છમાં છે.

 


નર્મદા યોજનાથી અમદાવાદના 447, અમરેલીના 598, અરવલ્લીના 633, દેવભૂમિ દ્વારકાના 235, ગીર સોમનાથના 258, ગાંધીનગરના 249, મહેસાણાના 469, રાજકોટના 473, પંચમહાલના 376, પાટણના 421, સાબરકાંઠાના 267, સુરેન્દ્રનગરના 579 ગામોને પાણી પુરૂં પાડવામાં આવે છે. નર્મદા યોજનાનું પાણી નવસારી, દાહોદ, આણંદ, ભરૂચ, મહિસાગર, સુરત, તાપી, ડાંગ અને વલસાડને આપવામાં આવતું નથી.

 


ગુજરાતમાં આજેપણ જ્યાં ટેન્કર રાજ ચાલે છે તેવા સૌથી વધુ 26 ગામો બનાસકાંઠામાં આવેલા છે. 20 ગામો ભરૂચના છે અને 19 ગામો અમરેલીના છે. આ ગામડાઓમાં પાણી પુરવઠાની કોઇ યોજનાઓ જતી નથી. સાદા કુવામાંથી પાણી મેળવતા સૌથી વધુ 346 ગામો દાહોદ જિલ્લામાં આવેલા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS