૨૬ અને ૨૭ ઓગસ્ટે ખેડૂતોનું રાષ્ટ્રીય સંમેલન : તડામાર તૈયારી

  • August 19, 2021 09:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંયુક્ત કિસાન મોરચાએ દાવો કર્યો હતો કે ખેડૂતોના રાષ્ટ્રીય સંમેલન માટે તડામાર તૈયારી ચાલી રહી છે અને તેના માટે દેશભરમાંથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.

 

કેન્દ્ર દ્વારા તાજેતરમાં ઘડાયેલા વિવાદાસ્પદ ગણાતા ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોના ૪૦ સંગઠનના મોરચાઽ - ‘સંયુક્ત કિસાન મોરચા’એ જણાવ્યું હતું કે ખેડૂતોના આંદોલનના નવ મહિના પૂરા થતાં ૨૬ અને ૨૭ ઑગસ્ટે બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાશે.

 

તેણે દાવો કર્યો હતો કે ખેડૂતોના રાષ્ટ્રીય સંમેલન માટે દેશભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના ખેડૂત પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં ખેડૂતોના આંદોલનના ભાવિ પગલાં અંગે સંયુક્ત નિર્ણય લેવાશે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS