છ રાજ્યોમાં 85 ટકા જેટલા નવા કેસ: મહારાષ્ટ્ર ટોચ પર

  • March 08, 2021 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારી ફરીથી માથુ ઉચકી રહી છે અને નવેસરથી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે. રસીકરણ સૌથી વધુ ભારતમાં કરવામાં આવ્યું હોવા છતાં નવા કેસમાં ચિંતાજનક વધારો ચાલુ જ રહ્યો છે.

 

 

કુલ છ રાજ્યોમાં 85 ટકા જેટલા નવા કેસ બહાર આવ્યા છે અને તેમાં મહારાષ્ટ્ર સૌથી ઉપર રહ્યું છે કારણ કે ત્યાં પરિસ્થિતિ પહેલાની જેમ જ વધુ બગડી રહી છે અને છેલ્લા 24 કલાકમાં અહીં 11 હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને 38 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.

 


મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 11મી માર્ચથી આંશિક લોક ડાઊન ની જાહેરાત કરી દેવામાં આવી છે અને એજ રીતે વીકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન નાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના દરેક જિલ્લામાંથી નવા કેસ બહાર આવી રહ્યા છે અને ટેસ્ટિંગ ની કાર્યવાહી ફરીથી ગતિશીલ બનાવવામાં આવી છે.

 


તમિલનાડુ કણર્ટિક પંજાબ મહારાષ્ટ્ર કેરળ અને ગુજરાતમાં મારે ઝડપથી નવા કેસ બહાર આવી રહ્યા છે અને ફરીથી હાલત ચિંતાજનક લેવલ તરફ જઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા બે દિવસ પહેલા દેશમાં રેસ્ટોરન્ટ તેમજ ધાર્મિક ફરવા માટે નવા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે અને કોરોનાવાયરસ ને વધુ ફેલાતો અટકાવવા માટે કેટલાક જૂના નિયંત્રણો પાછા લાગુ કરવામાં આવ્યા છે.

 


ગુજરાતમાં ચૂંટણીને પગલે રાજકીય લોકો દ્વારા બેફામ રીતે લોકોના ટોળા ભેગા કરવામાં આવ્યા હતા અને ચૂંટણી દરમિયાન નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું પરિણામે ગુજરાતમાં કોરોનાવાયરસ મહામારીએ ફરીવાર માથું ઊંચકી લીધું છે.

 


જોકે રાજ્યોમાં સૌથી વધુ ખરાબ હાલત મહારાષ્ટ્રની દેખાઈ રહી છે અને ત્યાં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને સરકારનું સમગ્ર તંત્ર ફરીથી કોરોનાવાયરસ ની પાછળ ધંધે લાગી ગયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS