ગુજરાતમાં હાઇડ્રોપોનિક પદ્ધતિથી ખેતીનો નવો અધ્યાય, આ ખેતીમાં જમીનની જરૂરિયાત નથી અને બારેમાસ દરેક શાકભાજીનો પાક લઈ શકાય છે.. ક્લિક કરીને જાણો ખેતીની આ પદ્ધતિ વિશે બધું જ

  • July 12, 2021 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર વર્ષ પહેલાં ૪૫૦૦૦ કરોડનું માર્કેટ વધીને ૫૫૦૦૦ કરોડ થયું છે અને ૨૦૨૫ સુધીમાં ૮૦૦૦૦ કરોડ થવાની ધારણાકિચન ગાર્ડન માટે જમીન નહીં હોય તો ચાલશે, કારણ કે હવે હાઇડ્રોપોનિક પદ્ધતિથી છોડ ઉગાડીને તેના પાક લઇ શકાય છે. હાઇડ્રોપોનિક એ જમીન વિના છોડ ઉગાડવાની એક પદ્ધતિ છે. આ શબ્દ ગ્રીકમાંથી આવ્યો છે. આ છોડ મજબૂત, તંદુરસ્ત અને જમીનની તુલનામાં ખૂબ ઝડપથી વિકસે છે.

 


છોડના મૂળ કયારેય સૂકાતા નથી. પાણીનો પ્રવાહ નિયંત્રણમાં હોવાથી છોડને પ્રતિદિન પાણી આપવાની પણ જર હોતી નથી. હાઇડ્રોપોનિક ફામિગ એ ખેતીનો નવો અનુભવ છે. આ પદ્ધતિમાં કોકોપીટ, પરલાઇટ અને રોકવુલનો ઉપયોગ થાય છે. પાકને જોઇતા પોષક તત્વો પાણીમાં ઓગાળીને જરૂરિયાત પ્રમાણે પાઇપથી પહોંચાડવામાં આવે છે.

 


મહત્વની બાબત એવી છે કે આ પદ્ધતિમાં ૯૦ ટકા પાણી બચે છે. એટલું જ નહીં સિઝન વિના શાકભાજી લઇ શકાય છે. નિયંત્રિત તાપમાનમાં ખેતી થાય છે. રોગ તેમજ જીવાત થતી નથી. નિંદામણનો કોઇ ખર્ચ નથી. હાઇડ્રોપોનિક એ મૂળ ઇઝરાયલની ટેકનોલોજી છે.

 


હાઇડ્રો એટલે પાણી અને પોનિક એટલે શ્રમ... આ ખેતી માટે જમીનની જર નથી પણ મહેનત જોઇએ. નેટહાઉસમાં પ્લાસ્ટિકની પાઇપમાં છોડ ઉગાડવામાં આવે છે અને તાપમાનને કન્ટ્રોલ કરવાનું હોય છે. હવે તો ગુજરાતમાં પણ આ પદ્ધતિથી ખેતી શ કરવામાં આવી છે. કૃષિ તજજ્ઞના મતે ગ્લોબલ હાઇડ્રોપોનિકનું માર્કેટ ચાર વર્ષ પહેલાં ૪૫ હજાર કરોડ પિયાનું હતું જે વધીને અત્યારે ૫૫ હજાર કરોડનું થયું છે અને ૨૦૨૫ સુધીમાં તે ૮૦ હજાર કરોડનું થવાની ધારણા છે.

 


અમદાવાદ જિલ્લાના એક ખેડૂતે હાઇડ્રોપોનિક પ્લાન્ટ બનાવ્યો છે જેમાં તે પ્રતિદિન ૧૦૦ કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન કરે છે જે દૂધાળા પશુઓને આપવામાં આવે છે. રાયના ઉત્તર અને સૌરાષ્ટ્ર્રના ખેડૂતોએ આ પદ્ધતિને અપનાવવાનું શ કયુ છે. ખેડૂતો ધીમે ધીમે હાઇડ્રોપોનિક પદ્ધતિથી પાક ઉગાડતા શ થયાં છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS