તાલિબાની હુકુમતથી વધેલા આતંકવાદનો આવી રીતે સામનો કરશે ભારત !

  • September 13, 2021 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાન પર તાલિબાનની હુકુમત સ્થાપિત થયા બાદ સમગ્ર વિશ્વ માટે આતંકવાદમાં વધારો એક ચિંતાનો વિષય બન્યો છે. તાલિબાન દ્વારા તેની વચગાળાની સરકાર સમક્ષ રજૂ કરાયેલા ચહેરાએ સમગ્ર વિશ્વને ચિંતિત કરી દીધું છે. એવી આશંકા છે કે તાલિબાનના ઉદય બાદ આતંકવાદી ઘટનાઓ વધી શકે છે. તેની સાથે જ તેની અસર ભારતમાં પણ જોવા મળી શકે છે. 

 

ભારતમાં આતંકવાદીઓને રોકવા માટે સરકાર દ્વાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે ભારતમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે તૈનાત સુરક્ષા દળોને નવી રીતે તાલીમ આપવામાં આવશે. આ સુરક્ષા દળોને તાલિબાન અને તેની કાર્ય પદ્ધતિઓ સમજાવવા માટે તાલીમ આપવામાં આવશે. એક રિપોર્ટ મુજબ કેન્દ્રીય સુરક્ષા સંસ્થાઓને તેમના દળોને નવા તાલીમ મોડ્યુલો સાથે તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

 

તાલિબાન કેવી રીતે કામ કરે 

 

એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'સુરક્ષા દળોના તાલીમ મોડ્યુલમાં એક વિભાગ છે, 'બોર્ડર મેનેજમેન્ટની બદલાતી ગતિશીલતા'. તેમાં તાલિબાન સંબંધિત માહિતી છે. પરંતુ તે લાંબા સમયથી અપડેટ કરવામાં આવ્યું નથી. અધિકારીએ કહ્યું કે, 'વૈશ્વિક પરિસ્થિતિમાં ફેરફાર બાદ હવે આ માહિતી અપડેટ કરવામાં આવી રહી છે. આ દ્વારા, અમને 9/11 પછી છેલ્લા 20 વર્ષમાં થયેલા ફેરફારો વિશે જણાવવામાં આવશે. આ તાલીમ BSF, SSB, રાજ્ય પોલીસના એકમો તેમજ CRPF અને J&K પોલીસ જેવી આતંકવાદ વિરોધી ફરજોમાં સામેલ દળોને આપવામાં આવશે.'

 

ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધી શકે !

 

તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. આ પછી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, 'ભારત આતંકવાદનો સામનો કરવા માટે તૈયાર છે.' તેમણે કહ્યું કે, 'અમે ચિંતિત છીએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની ગતિવિધિઓ ભારતની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. તેની અસર ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓના રૂપમાં પણ જોવા મળી શકે છે. અમે આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.'

 

સૈનિકોને અપડેટ કરવામાં આવશે

 

નવા તાલીમ મોડ્યુલમાં સૈનિકોને સંપૂર્ણપણે અપડેટ કરવામાં આવશે. તેમાં તાલિબાન, તેમની લડાઈની પદ્ધતિઓ સંબંધિત ગુપ્ત માહિતી પણ આપવામાં આવશે.  આ સાથે, તાલિબાનની મોડસ ઓપરેન્ડી શું છે અને તેમના નેતૃત્વમાં ફેરફાર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'સરહદ પર ઉભા રહેલા સૈનિકો તેમજ સરહદી રાજ્યોના પોલીસ દળ માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને ખબર હોવી જોઇએ કે તાલિબાનનો ઇતિહાસ શું છે. તેઓ કઈ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેઓ કેવી રીતે કાર્ય કરે છે? તાજેતરમાં ગુપ્ત માહિતી મળી હતી કે ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા 25 ભારતીયો અહીં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS