કોરોનાના નવા લક્ષણ: આંતરડા બ્લોકેજ, પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી

  • March 13, 2021 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિષ્ણાતોએ માહિતી આપી: દેશમાં વધુ એક લહેર ફેલાઈ ગયાની દહેશત



દેશમાં અત્યારે કોરોનાવાયરસ ફરીથી ચિંતા ઉપજાવી રહ્યો છે અને ફરીથી મોટાભાગના રાજ્યોમાં તેનો તરખાટ શરૂ થયો છે અને મહારાષ્ટ્ર તેમજ કેરળ અને કણર્ટિક ની હાલત ખરાબ થઇ રહી છે અને આવી સ્થિતિમાં નિષ્ણાતોએ પોતાના અહેવાલમાં એવી માહિતી આપી છે કે દેશમાં કોરોનાવાયરસ ના નવા લક્ષણો પણ જાણવા મળ્યા છે.

 


આ નવા લક્ષણો મુજબ હવે દેશમાં કોરોનાવાયરસ નો શિકાર બની રહેલા લોકો ને આંતરડા બ્લોકેજ તેમજ પેટમાં અસહ્ય દુખાવો અને ઝાડા ઉલટી જેવા પ્રશ્નો પરેશાન કરી રહ્યા છે. નિષ્ણાંતોએ કરેલા અભ્યાસમાં આવા અનેક કેસ બહાર આવ્યા છે જેમાં નવા લક્ષણો દેખાયા છે.

 


નિષ્ણાંતોએ પોતાના અહેવાલમાં એવી શંકા પણ દશર્વિી છે કે દેશમાં વધુ એક લહેર ફેલાઈ ગઈ હોય તેવું દેખાય છે અને આ દરમિયાન જ ડોક્ટરોને કોરોનાના નવા લક્ષણો પણ દેખાઈ ગયા છે અને તે ભારે ચિંતાની બાબત છે.

 


કોરોનાવાયરસ નો શિકાર થયેલા દર્દીઓને સામાન્ય રીતે સખત તાવ ચડે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આ જ તેના મુખ્ય લક્ષણો છે પરંતુ મુંબઈના ડોક્ટરોએ એવા દર્દીઓનો ઉલ્લેખ કર્યો છે જેમને આંતરડા બ્લોક થઈ ગયા છે અને પેટમાં અસહ્ય દુખાવો થાય છે તેમજ ઝાડા ઉલટી પણ થયા છે. ખુદ ડોક્ટરો પણ આ નવા લક્ષણો જોઈને ભારે પરેશાન થઈ ગયા છે.

 


મુંબઈના સર્જન ડોક્ટર લાકડાવાલા અને ત્યાં આવા ચાર જેટલા દર્દીઓ આવ્યા હતા અને એમણે ખાવા-પીવામાં તકલીફ પડતી હોવાની પણ ફરિયાદ કરી હતી અને એમના આંતરડા બ્લોક થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાવાયરસ ના નવા લક્ષણો બીજા દર્દીઓમાં પણ પ્રવેશ કરી શકે તેવી ભીતિ તબીબોએ વ્યક્ત કરી છે અને તમામ હોસ્પિટલો એ આ મુજબની સારવાર પણ કરવી પડશે તેવું દેખાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS