આ ટેસ્ટથી માત્ર 45 મિનિટમાં ખબર પડી જશે કોરોના સંક્રમણની, ઝડપથી શરુ થશે દર્દીની સારવાર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અમેરિકા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ કોરોના વાયરસના એક ટેસ્ટને મંજૂરી આપી છે. આ નવો ટેસ્ટ જૂના ટેસ્ટ કરતાં વધુ ઝડપથી રિઝલ્ટ આપશે. એટલે કે જો વ્યક્તિને કોરોના હશે તો તેને તુરંત જ સારવાર મળતી થઈ જશે. આ નવા ટેસ્ટમાં માત્ર 45 મિનિટમાં જ ખબર પડી જશે તે વ્યક્તિને કોરોના છે કે નહીં. 

 

આ ટેસ્ટને કેલીફોર્નિયાની દવા કંપની સેફિડએ તૈયાર કર્યો છે. આ ટેસ્ટનો સૌથી મોટો લાભ એ છે કે તેનાથી ગંભીર કેસમાં પણ દર્દીને તુરંત સારવાર મળતી થશે કારણકે તેના સંક્રમણ વિશે મિનિટોમાં જ ખબર પડી જશે. આગામી સપ્તાહથી જ અમેરિકામાં આ પદ્ધતિથી ટેસ્ટ શરુ થશે તેવી શક્યતા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS