આગામી પાંચ દિવસ રાજ્યમાં રહેશે સામાન્ય વરસાદ

  • June 29, 2021 10:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ પડશે...હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં છુટોછવાયો વરસાદ રહેવાની આગાહી કરાઈ છે...હાલ રાજ્યમાં ભારે વરસાદની  શક્યતા નહિવત છે...માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી છે...જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે...તેમજ જો પવનની ગતિની વાત કરીએ તો પવનની ગતિ તેજ રહેતા 30 જૂનથી એટલે કે આવતીકાલથી 4 દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચન કરવામાં આવ્યું છે...હવામાન વિભાગને અનુસાર હજુ પણ રાજ્યમાં માઇનસ 8 ટકા વરસાદની ઘટ છે...જ્યારે આજે બપોર સુધી રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો બપોર સુધીમાં નવસારીમાં 8 મીમી, વલસાડમાં 6 મીમી, અરવલ્લીમા 5 મીમી, અમદાવાદમાં 1 મીમી તેમજ ભાવનગરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS