નગરસેવકોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ આગામી સપ્તાહમાં મેયરની ચૂંટણી

  • March 03, 2021 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકા કચેરીમાં ગેઝેટની નકલ ઈનવર્ડ: નામ-સરનામા ચકાસી લેવા ટેલિફોનિક જાણ કરાઈ

 


રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત શહેરના કુલ તમામ 18 વોર્ડમાં વિજેતા થયેલા 72 ઉમેદવારોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થઈ ગયા છે અને ગેઝેટની નકલ મહાપાલિકા કચેરીમાં ઈન્વર્ડ પણ થઈ ગઈ છે આથી આગામી સપ્તાહમાં ગમે ત્યારે જનરલ બોર્ડ મિટિંગ યોજાશે અને તેમાં મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી થશે.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડી સાંજે ગેઝેટની નકલ કચેરીમાં ઈન્વર્ડ થઈ હતી અને આજે સવારથી તમામ 72 કોર્પોરેટરને ટેલિફોનિક જાણ કરી ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલા તેમના નામ અને સરનામા ચકાસી લેવા અનુરોધ કરાયો હતો. ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલા નામ અને સરનામા મુજબ મહાપાલિકાના સત્તાવાર રેકર્ડમાં નોંધ થતી હોય કોઈ ક્ષતિ ન રહી જાય અને હોય તો તેની પુર્તતા થઈ જાય તે માટેની જરી કાર્યવાહી કરાઈ હતી. હાલમાં મ્યુનિ.કમિશનર જ વહીવટદાર તરીકે કાર્યરત હોય ગેઝેટની નકલ તેમને મળ્યા બાદ હવે આગામી દિવસો તેઓ જનરલ બોર્ડ મિટિંગની તારીખ સુનિશ્ર્ચિત કરી એજન્ડા પ્રસિધ્ધ કરશે. સંભવત: આગામી સપ્તાહમાં બોર્ડ મિટિંગ મળશે તેમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી સહિતની વિવિધ 15 કમિટીના સભ્યોની ચૂંટણી થશે.

 

 

ગુજરાતના મહાનગરોમાં એક જ દિવસે જનરલ બોર્ડ બોલાવવા વિચારણા

 


ગુજરાત રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતની તમામ મહાપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું હોય આગામી દિવસોમાં તમામ મહાનગરોમાં એક જ દિવસે જનરલ બોર્ડ મિટિંગ યોજવા અને મેયરની ચૂંટણી કરવાનું પાર્ટી લેવલે વિચારાધિન છે. અગાઉ ઉમેદવારોના નામોની યાદી પણ સવારથી સાંજ સુધીમાં અલગ અલગ સમયે પરંતુ એક જ દિવસે જાહેર કરાઈ હતી તે જ થિયરી અનુસાર હવે મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી યોજવાનું વિચારાધિન છે, અલબત સમય અલગ અલગ હોઈ શકે. કયાંક સવારે તો કયાંક બપોર અને કયાંક સાંજે જનરલ બોર્ડ મળે તેવું બની શકે.

 

 

મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે એક ડઝન નામો ચચર્મિાં

 


આગામી સપ્તાહ સુધીમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક થઈ જનાર છે ત્યારે હાલમાં મેયર પદ માટે ચચર્તિા નામોમાં ડો.અલ્પેશ મોરઝરિયા, ડો.પ્રદિપ ડવ, બાબુભાઈ ઉધરેજા, નિલેશ જલુ, નરેન્દ્ર ડવ, હિરેન ખીમાણિયા સહિતના નામો ચચર્ઈિ રહ્યા છે. મેયર પદની અઢી વર્ષની પ્રથમ ટર્મ ઓબીસી પુરુષ અનામત છે આથી ઉપરોકત ચચર્તિા નામો ઉપરાંતના અન્ય ઓબીસી પુરુષ ઉમેદવારો માટે પણ તક રહે છે. જયારે મેયર પદની પાછલા અઢી વર્ષની ટર્મ મહિલા અનામત છે. આ ઉપરાંત સ્ટેન્ડિગ ચેરમેન પદ માટે નેહલ શુકલ, પુષ્કર પટેલ, દેવાંગ માંકડ, કેતન પટેલ (ઠુંમર), અશ્ર્વિન પાંભર સહિતના ત્રણ નામો ચચર્મિાં મોખરે છે. ડેપ્યુટી મેયર પદે મહિલા કોર્પોરેટરને નિમણૂક અપાય તેવી શકયતા જણાઈ રહી છે અને તેમાં હાલ ડો.દર્શનાબેન પંડયા, પ્રિતીબેન દોશી સહિતના નામો ચચર્મિાં છે. ઉપરોકત ચચર્તિા નામો પૈકી જેમને મુખ્ય હોદા પર સ્થાન ન મળે તેઓ પૈકી કોઈને શાસક નેતા અને દંડક પદે નિમણૂક અપાઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application