સ્કૂલ-કોલેજો બંધ, 24 કલાકમાં છ હજારથી વધુ નવા કેસ: વારાણસી, લખનઉ, કાનપુરની હાલત ખરાબ
દેશના અન્ય રાજ્યોની જેમ જ હવે ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાવાયરસ મહામારીએ ગંભીર પરિસ્થિતિ પેદા કરી દીધી છે અને દિન-પ્રતિદિન નવા કેસ ભારે ગતિ સાથે બહાર આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે લખનઉ વારાણસી કાનપુર સહિતના અનેક શહેરોમાં નાઈટ કર્ફ્યું લગાવી દીધું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશમાં 6000 થી પણ વધુ નવા કેસ બહાર આવ્યા છે અને તમામ સ્કુલ કોલેજો બંધ કરી દેવામાં આવી છે. 16મી એપ્રિલ સુધી રાત્રીનો કર્ફ્યું ચાલુ જ રહેશે. અલ્હાબાદ કાનપુર અને વારાણસી શહેરોમાં ભયંકર ગતિ સાથે કેસ બહાર આવી રહ્યા છે.
અન્ય એક અહેવાલ મુજબ કોરોનાવાયરસ વિરોધી રસી ખલાસ થઈ ગઈ છે ત્યારે વારાણસીમાં રસી કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી છે. ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા તત્કાળ પગલાની જાહેરાત કરવામાં આવી છે અને તમામ સરકારી તથા બીનસરકારી સ્કૂલ-કોલેજો 15મી એપ્રિલ સુધી બંધ રાખવાની સૂચના આપી દેવાઇ છે.
રાજ્ય સરકારના પ્રવક્તાએ મીડિયાને એવી માહિતી આપી છે કે સોળમી એપ્રિલના રોજ નવેસરથી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને જરૂર રાખશે તો આ પગલાં લંબાવી દેવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં પણ દવાખાનાઓ હાઉસફુલ થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Application28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા : જૂઓ બાબા બર્ફિલાની પ્રથમ તસ્વીર
April 18, 2021 05:58 PMઉત્તરાખંડમાં કોરોનાનો કહેર : કોરોના સેન્ટરમાંથી ભાગ્યા 20 કોરોના સંક્રમિત દર્દીઓ
April 18, 2021 04:53 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech