રાજ્યના ૪ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત, સમયમાં થયો ફેરફાર

  • March 16, 2021 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યું યથાવત રાખતા સમયમાં ફેરકર કર્યો છે, આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,  વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરો માં 16 માર્ચ સુધી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુંનો અમલ કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં હવે રાજ્ય સરકાર તરફથી ફેરફાર કરવામાં આવ્યા છે.

કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને રાજ્યમાં કર્ફ્યુના સમયને લઈને ફેરફાર કરવામાં આવેલ છે. 16 માર્ચ સુધી  રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું અમલમાં હતું, જેમાં સમયમાં ફેરફાર કરતા કર્ફ્યું યથાવત રાખવામાં આવ્યું છે. ૩૧ માર્ચ સુધી રાત્રે ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યું લંબાવવામાં આવ્યું છે. DyCM નીતિન પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં વધતા કોરોનાના કેસને ધ્યાને લઈને. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઇ છે અને જરૂરી પગલાં લેવા માટે પણ છૂટ અપાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS