ચિંતા ન કરો ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી  : જયંતિ રવિ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપ ગુજરાતની મુલાકાતે આવનાર છે તેની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જો કે આ મુલાકાત પહેલા રાજ્યના વિવિધ શહેરોમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા હતા. આ વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી દિલ્હીથી 3 સભ્યોની ટીમ ગુજરાત આવી છે. 

 

દિલ્હીથી આવેલી ટીમએ રાજ્યના અલગ અલગ શહેરોની સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટની વ્યવસ્થા પણ ચેક કરી હતી. આ ઉપરાંત કોરોના વાયરસના શંકાસ્પદ કેસ અંગે સર્વે કર્યો હતો અને સર્વે બાદ જાણવા મળ્યું છે કે પુના મોકલાયેલા 8 દર્દીઓના સેમ્પલમાંથી 5ના નમૂનામાં કોરોના વાયરસ નેગેટીવ આવ્યો છે જ્યારે અન્ય ત્રણના ટેસ્ટની રાહ જોવાઈ રહી છે. 

 

આ અંગે હેલ્થ સેક્રટરી જયંતિ રવિએ કહ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી તેથી લોકો ચિંતા ન કરે. જે લોકો શરદી, તાવ, ઉધરસ જણાય તે તુરંત ડોક્ટરનો સંપર્ક કરી દવા લઈ લે અને સાવચેતી રાખે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS