ગમે એટલી વેક્સિન લ્યો, નવા વાયરસ પર જરા પણ અસર નહીં થાય

  • March 16, 2021 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા સહિત ચાર દેશોના વૈજ્ઞાનિકોએ સંશોધન બાદ કરેલી ચિંતાજનક જાહેરાતકોરોનાવાયરસ વિરુદ્ધની રસી લોકોને આપવા માટે ભારતમાં દુનિયાનું સૌથી મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને દુનિયાભરમાં જે દેશોને રસથી મળી છે તે લોકો રસીકરણ ચલાવી રહ્યા છે છતાં આ દરમિયાન નિષ્ણાંતોએ અને વૈજ્ઞાનિકોએ ભારે ચિંતાજનક હકીકતો રજૂ કરી છે.

 


અમેરિકા સહિત દુનિયાના ચાર મોટા દેશોના વૈજ્ઞાનિકોએ સંશોધન બાદ એવી જાહેરાત કરી છે કે લોકો ગમે એટલી વેક્સિન મુકાવે તોપણ નવા વાયરસ પર તેની લેશમાત્ર અસર થવાની નથી અને પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવા અણસારો છે.

 


નવો વાયરસ એટલો બધો ઘાતક અને જીવલેણ છે કે કોઈપણરસીની અસર પણ તેના પર પડતી નથી અને વૈજ્ઞાનિકોએ સંશોધન બાદ આ હકીકતો રજૂ કરી છે જે દુનિયાભરમાં કે ભારે ચિંતાજનક ગણવામાં આવી રહી છે.

 


એમણે કહ્યું છે કે વર્તમાન સમયમાં ભારત સહિત દુનિયાભરમાં જે રસીકરણ ચાલી રહ્યું છે તેનાથી નવા વાયરસ ના કેસ પલ કોઈ અસર થવાની નથી અને દર્દી ગંભીર અવસ્થા માંથી બહાર આવે તેવી કોઈ શક્યતા નથી. તેમણે કહ્યું છે કે નવા વાયરસ લોકોની એન્ટીબોડી અને દર્દીની પ્રતિરોધક ક્ષમતા ને સમાપ્ત કરી શકે છે અને તેની અસરકારકતા નાબૂદ કરવાની તાકાત ધરાવે છે માટે નવા વાયરસ દરેક દેશ માટે ચિંતાનો વિષય છે.

 


નવા વાયરસ ના ઘણા બધા કેસ અમેરિકા, બ્રિટન સાઉથ આફ્રિકા બ્રાઝિલ જાપાન સહિત અનેક દેશોમાં જોવા મળ્યા છે અને કેટલાક દર્દીઓ ના મૃત્યુ પણ થઇ ગયા છે. કેટલાક લોકો રસી મુકાયા બાદ પોઝિટિવ આવી રહ્યા છે અને આ બધા લક્ષણો ગંભીર પરિસ્થિતિ તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં રસીકરણ અભિયાન થી નવા વાયરસ ને કોઈ ફરક પડતો નથી અને તેની તીવ્રતા કે તેની ઘાતકતા માં કોઈ ઘટાડો થતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS