કોરોના સંક્રમણ વધતા ફરીથી રાજ્યમાં શાળા-કોલેજ ફરીથી બંધ, વાંચો વિગતો

  • March 18, 2021 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે સરકાર પણ હવે કોરોનાને ફરીથી બેકાબૂ થવા દેવાના મૂડમાં નથી. અમદાવાદ, સુરતમાં કડક નિયમો લાદી દેવામાં આવ્યા છે આ સાથે જ શાળા કોલેજોને લઈને પણ મહત્વનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. 

 

 

રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈ સરકારે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણ વધતા શાળા-કોલેજમાં 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય આજે કોર કમિટીની બેઠકમાં લેવાયો છે. બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે મહાનગરોમાં જે પ્રાથમિક શાળાઓ છે તેની પરીક્ષાઓ પણ ઓનલાઈન જ લેવાશે. કોલેજ અને યુનિવર્સિટીમાં જે પરીક્ષાઓ હતી તે ઓફલાઈન પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રહેશે. 

 

 

શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે  કોરોનાની વધતી મહામારીને ધ્યાનમાં રાખીને 8 મહાનગરપાલિકા વિસ્તારમાં 10 એપ્રિલ સુધી શાળાઓ બંધ રહેશે. અહીં માત્ર ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. જ્યારે કોલેજ અને યુનિવર્સિટી માટે આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓનલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને આગામી સમયમાં નવેસરથી સમયપત્રક જાહેર કરાશે. અહીં પ્રેક્ટીકલ પરીક્ષા ચાલુ રહેશે.

 

આજે જ સવારે રાજ્યમાં લોકડાઉનને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે હાલ લોકડાઉન કરવાની સરકારની કોઈ વિચારણા નથી. આ સાથે તેમણે કહ્યું પણ હતું કે શાળા અને કોલેજો અંગે ટુંક સમયમાં નિર્ણય લેવાશે. તેવામાં બપોરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે કે રાજ્યમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવશે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS