રસી લીધા પછી કોરોના સંક્રમિત થયા હોય તેવા કોઈપણ વ્યક્તિનું મોત નથી થયું : AIIMS

  • June 05, 2021 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

AIIMS દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં રસીને લઈને મહત્વની વાત સામે આવી છે. આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે લોકોમાં કોરોનાની રસીને લઈને વિવિધ પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. એઈમ્સની આ સ્ટડી બાદ સામે આવ્યું છે કે કોરોનાની રસી લીધા પછી લોકો કોરોના સંક્રમિત થાય છે તો પણ તેનું મોત થતું નથી. એટલે કે તેની સ્થિતિ ગંભીર થઈ જતી નથી.

 

રસી લેનાર વ્યક્તિ જો કોરોના સંક્રમિત થઈ જાય છે તો તેને બ્રેક થ્રૂ ઈન્ફેકશન કહેવામાં આવે છે. એઈમ્સમે આ અધ્યયન એપ્રિલ થી મે માસ દરમિયાન કર્યું હતું. જેમાં દેશમાં કોરોનાની લહેર પીક પર હતી અને રોજના અંદાજે 4 લાખ કેસ સામે આવતા હતા. 

 

આ સ્ટડી અનુસાર જે લોકો કોરોનાની રસીના બે ડોઝ લઈ ચુક્યા હતા તે લોકોને પણ આ સમય દરમિયાન સંક્રમણ થયું હોય તેવું બન્યું પરંતુ તેમનું મોત થયું નથી. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે રસી લેનાર કોઈપણ વ્યક્તિનું કોરોનાથી મોત થયું નથી. 

 

એઈમ્સે બ્રેક થ્રૂ ઈન્ફેકશનના કુલ 63 કેસમાં જીનોમ સિક્વેસિંગ વડે સ્ટડી કરી હતી. જેમાં 36 દર્દી વેકસીના બે ડોઝ લઈ ચુક્યા હતા જ્યારે 27 એક ડોઝ લીધો હતો. આ સ્ટડીમાં જે લોકોનો સમાવેશ કરાયો હતો તેમાંથી 10એ કોવિશીલ્ડ વેકસીન લીધી હતી જ્યારે 53એ કોવેક્સીન લીધી હતી. તેમાંથી કોઈપણ દર્દીનું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત થયું નથી. 

 

આવા કેસમાં સંક્રમણનું પ્રમાણ હળવું જોવા મળ્યું હતું. કોઈપણ કેસમાં વ્યક્તિની તબીયત ગંભીર થઈ ન હતી અને ન તો કોઈનું મોત થયું. આ અધ્યનમાં 21 વર્ષથી 92 વર્ષ સુધીના પુરુષો અને મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમાંથી કોઈપણ વ્યક્તિ પહેલાથી કોઈ ગંભીર બીમારી ધરાવતા ન હતા. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS