દિલ્હીમાં નોઇડા મેટ્રોસ્ટેશન ખાસ ટ્રાન્સજેન્ડર સમુદાય માટે કાર્યરત થશે , રેઇનબો નામ અપાયું

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ખાસ પહેલ હેઠળ નોઈડા - ગ્રેટર નોઇડા મેટ્રોને પોતાના  સેક્ટર-50નું નામ રેઇનબો મેટ્રો સ્ટેશન આપવામાં આવ્યું છે. આ મેટ્રો સ્ટેશન પર ટ્રાન્સજેન્ડર સમુદાયને રોજગારી આપવાના તકો સાથે ઘણી વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

 

એનઆરસીના પ્રબંધ નિર્દેશક ઋતુ મહેશ્વરીએ જણાવ્યું છે કે આ પગલું નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી અને ટ્રાન્સલેટર સમુદાયના સભ્યો તરફથી સમાવેશ કરી આર્થિક ભાગીદારી માટે ભરવામાં આવ્યું છે.

 

 શી મેન સ્ટેશન પીંકની જેમ  નિર્માણ કરવામાં આવશે જેનું ઉદઘાટન આ વર્ષે 8 માર્ચે કરવામાં આવ્યું હતું,અને તેમાં મહિલા યાત્રીઓ માટે ખાસ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી હતી, એ વેળાએ નોઈડા ઓથોરિટીએ સામાન્ય લોકો પાસેથી આ માટે સલાહ માગી હતી કે આ અનોખા મેટ્રો સ્ટેશનને શું નામ આપવામાં આવે, એવામાં લોકોએ સલાહ આપ્યા બાદ આ સ્ટેશનનું નામ રેઇનબો રાખવામાં આવ્યું છે.

 

પિંક ટેશન ઉપરના કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓને છોડીને માત્ર મહિલાઓનો સમાવેશ થાય છે, આ પ્રકારે સ્ટેશન પર ખાસ કરીને ટ્રાન્સજેન્ડર સમુદાયનો સમાવેશ કરવામાં આવશે, જો કે આ સ્ટેશન પરના તમામ યાત્રીઓ માટે ખુલ્લો રહેશે અને સમુદાયના યાત્રિકો માટે સુવિધાજનક બનાવવા માટે તેમજ તેમના રોજગાર માટે કાર્યરત કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application