CAA વિના બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે ભારતની નાગરિકતા, અધિસુચના જાહેર

  • May 29, 2021 09:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએને લઈને જે હોબાળો થયો ત્યારબાદ ગૃહ મંત્રાલય તરફથી એક ગૈજેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે 28 મેના રોજ એક ગેજેટ જાહેર કર્યું છે જે અનુસાર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. 

 

આ ગેજેટમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લામાં રહેતા હિંદૂ, સિખ, જૈન અને બૌદ્ધ જેવા બિન મુસ્લિમોની નાગરિકતા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. 

 

સૂત્રોના જણાવ્યાનુસાર અત્યાર સુધી નવા સીએએ કાયદા હેઠળના નિયમ તૈયાર નથી. સીએએ કાયદા વડે મોદી સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદૂ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું હતું પરંતુ આ માટેના નિયમો હજુ સુધી તૈયાર નથી. 

 

આ કારણે નાગરિકતા માટે પહેલાથી જે નિયમનું પાલન થતું હતું તે નિયમ હેઠળ જ આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે નાગરિકતા કાયદા 1955 અને 2009ના કાયદા અંતર્ગત બનાવેલા નિયમો હેઠળ આદેશને તત્કાલ કાર્યાન્વયન  કરવા અધિસૂચના જાહેર કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021