ડેથ સર્ટિફિકેટનો આધાર બનાવીને મૃત્યુની સંખ્યા ગણવી યોગ્ય નથી: પ્રદીપસિંહ જાડેજા

  • May 15, 2021 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ૧.૨૯ લાખ ડેથ સર્ટિફિકેટ અને મોતના આંકડામાં અસમાનતા મુદ્દે ગૃહરાયમંત્રીની સ્પષ્ટ્રતા

 


ગુજરાતમાં કોવિડકાળમાં જાહેર કરાયેલા ૧.૨૯ લાખ ડેથ સર્ટિફિકેટના વહેતા થયેલા સમાચાર અંગે ગૃહરાય મંત્રીએ ખુલાસો કર્યેા છે. ગૃહ રાયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતના મૃત્યુના આંકડા છુપાવવામાં આવતા હોવાના અહેવાલ આવ્યો છે. પરંતુ ડેથ સર્ટિફિકેટની આધાર બનાવીને મૃત્યુની સંખ્યા કરવામાં આવી છે તે યોગ્ય નથી. કોરોના મૃત્યુથી સરખામણી કરવામાં આવી છે તે યોગ્ય અને સત્ય નથી.

 


તેમણે કહ્યુ કે, મૃત્યુ સર્ટીફીકેટ અનેક કામ માટે લેવામા આવે છે. આ કિસ્સામાં અંડર રિપોટિગ અને ઓવર રિપોટિગ કરવામાં આવ્યું છે. મૃત્યુના આંકડાની ટકાવારીની સરખામણી પાછલા અને અગાઉના વર્ષેામાં કરવામાં આવે છે, જે સંખ્યામાં થયેલી વૃદ્ધિ કુદરતી મૃત્યુના આંકડા ધ્યાનમાં લેવા જોઈએ. આ અહેવાલમાં ધ્યાને લીધા સિવાય તુલના કરવામાં આવી છે. ૨૦૨૦ –૨૧ માં તુલના કરવામાં આવી છે. મૃત્યુનું પ્રમાણપત્ર જુલાઈ ૨૦૨૧ સુધી ડેથ સર્ટિફિકેટ એફિડેવિટ વગર આપવાનો નિર્ણય કર્યેા છે. આમ, મૃત્યુ સમય, રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર ઇશ્યુ થવું એ ત્રણેય બાબતો અલગ અલગ છે. તેને એકસાથે સાંકળીને  જે સંખ્યા બતાવાઇ છે અને નિષ્કર્ષ–તારણ દર્શાવાયા છે તે બિલકુલ અનુચિત અને અયોગ્ય છે

 


ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ ઉમેયુ કે, આ અખબારી અહેવાલમાં ર૦ર૦ના વર્ષની દર્શાવાયેલી આંકડાકીય વિગતોમાં ચોક્કસતા નથી
આ અહેવાલમાં માર્ચ અને એપ્રિલ–ર૦ર૦માં કુલ મરણ પ્રમાણપત્ર ઇશ્યુ થવાની સંખ્યા ૪૪,૯૪૩ બતાવવામાં આવી છે અને હકીકતે ડેટા જોઇએ તો ૬૧,૫૦૫ છે એટલે કે, ૧૬,૫૬ર ઓછા બતાવ્યા છે.. જે ૩૦ ટકા ઓછા છે. આમ અંડર રીપોટગ છે. તેના કોઇ ચોક્કસ આધાર નથી. તદ્દઉપરાંત, જયારે મૃત્યુના આંકડાની ટકાવારીની સરખામણી પાછલા કે અગાઉના વર્ષેા સાથે કરવામાં આવે ત્યારે જનસંખ્યામાં થયેલ વૃદ્ધિ તેમજ કુદરતી મૃત્યુ–નેચરલ ડેથના આંકડા પણ ધ્યાને લેવાવા જોઇએ જે આ અહેવાલમાં ધ્યાનમાં લીધા વિના જ તૂલના કરવામાં આવી હોવાનુ જણાવેલ છે.

 


આ અહેવાલમાં ર૦ર૦ અને ર૦ર૧ના વર્ષના મરણ પ્રમાણપત્રના આંકડાઓની તુલના કરવામાં આવી છે. અહેવાલમાં જે સમયગાળા દરમિયાનની તુલના કરાઇ છે તે ર૦ર૦ના વર્ષમાં લોકડાઉનનો સમય હોવાથી રાજ્ય સરકારે આ સમયમાં થયેલ મૃત્યુના મરણ પ્રમાણપત્ર એક વર્ષ એટલે કે ૩૧ જુલાઇ, ર૦ર૧ સુધી લેઇટ ફી કે એફીડેવીટ વિના આપવાનો નિર્ણય કરેલો છે. તે પણ ધ્યાનમાં લેવાવું જોઇએ.

 


કોવિડ–૧૯ના મૃત્યુની સંખ્યાનું પણ ચોક્કસ રીપોટગ કરવામાં આવે છે. કેટલીક વાર પોસ્ટ કોવિડ રીકવરીના કિસ્સામાં પણ મૃત્યુ થાય છે તેને કોવિડ ડેથ તરીકે અખબારી અહેવાલમાં ગણવા તે પણ યોગ્ય નથી તેમ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

 

 


આણંદ, તીલકવાડા ના બે કેશમાં બે વાર રજીસ્ટ્રેશન થયા છે એક વર્ષ ની છૂટછાટ આપી હતી જેથી ગયા વર્ષે મૃત્યુ પામેલ વ્યકિત નું આજ નાં દિવસે પણ રજીસ્ટ્રેશન કરાવી શકયા હોય શકે.

 

 

રાજ્યમાં કોરોનાના કારણે થઈ રહેલા મૃત્યુને લઈને જવાબ આપવામાં બધા ગોટે ચડા
અખબારમાં પ્રસિદ્ધ થતાં મૃત્યુઆંકને લઈને રાજ્ય સરકાર દ્રારા આજે કેટલીક સ્પષ્ટ્રતાઓ કરવામાં આવી હતી પરંતુ રાયમાં થતા કોરોના ના કારણે મૃત્યુ આકં ને લઈને પત્રકારો દ્રારા પ્રશ્નો પૂછવામાં આવતા સરકારના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અધિકારીઓ ગોટે ચડા હતા. કોરોનાથી મૃત્યુ અને કોમોરબીડ, મોરબીડ તેમજ અન્ય કારણોસર થયેલા મૃત્યુઆકં સરકાર દ્રારા જાહેર કરવામાં આવે તેવી સતત માંગણી કરવામાં આવી હતી. પરંતુ આ મામલે મંત્રી અને અધિકારીઓ જવાબ આપવાના બદલે મૌન સેવી રહ્યા હતા, અને આ મામલે શું જવાબ આપવો એ નક્કી કરી શકયા ન હતા. અખબારોમાં પ્રસિદ્ધ થતાં મૃત્યુઆકં ને લઈને રાજ્ય સરકાર ભડકી છે ડેટ સર્ટિફિકેટના આધારે મૃત્યુઆકં ગણવાની પદ્ધતિ યોગ્ય નથી આ મૃત્યુની નોંધ એકથી વધુ વખત કરવામાં આવી હોઈ શકે જેના આધારે મૃત્યુના આંકડાઓ ગણવા યોગ્ય નથી તો રાયમાં થતા મૃત્યુ કેટલા પ્રમાણમાં અને કેવી રીતે થઈ રહ્યા છે તેની વિગતો જાહેર કરવા પત્રકારોએ સતત દબાણ કરવામા આવેલ.  આવા સવાલોના જવાબ આપવાના બદલે ગૃહરાયમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોઈ બીજો જ જવાબ આપી રહ્યા હતા અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ને પણ આ મામલે જવાબ આપવાનું મુનાસિબ લાગ્યું નહોતું. સુપ્રીમ કોર્ટને હાઇકોર્ટ દ્રારા કોરોના ના કારણે થયેલા મૃત્યુના આકં જાહેર કરવા માટે અનેક વખત સૂચનાઓ આપવામાં આવી છે આમ છતાં તેનો અમલ કરવામાં આવતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application