કન્યાકુમારી નહીં પણ આ છે ભારતનો સૌથી છેલ્લો પૉઈન્ટ, આ જગ્યા સાથે જોડાયેલી છે એક પૌરાણિક કથા 

  • August 31, 2021 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમને એ સવાલ પૂછવામાં આવે કે ભારતનો સૌથી દક્ષિણતમ બિંદુ ક્યો છે? તો મોટાભાગે લોકોનો ઉત્તર હશે કન્યાકુમારી. જો કે આ ઉત્તર ખોટો છે. તમને જણાવી દઈએ કે ભારતનો સૌથી દક્ષિણતમ બિંદુ ઈંદિરા પૉઈન્ટ છે.

 

આ ભારતના અંડામાન અને નિકોબાર દ્વીપ સમૂહના અંતર્ગત આવતા નિકોબાર જિલ્લા અને ગ્રેટ નિકોબારના આધીન આવે છે. પ્રશાસનિક સ્તર પર જોઈએ તો ઈંદિરા પૉઈન્ટ લક્ષ્મી નગર પંચાયતના અંતર્ગત આવે છે.

 

ઈંદિરા પૉઈન્ટનો ઇતિહાસ 

 

ઈંદિરા પૉઈન્ટ ભારતનો સૌથી દક્ષિણતમ હિસ્સો છે. ભારતની સામરિક, કૂટનીતિક અને સુરક્ષાની દૃષ્ટિએ આ સ્થાનનું ઘણું મહત્વ છે. આ જગ્યાએ જહાજોને રસ્તો દેખાડવા માટે એક લાઈટ હાઉસ પણ છે, જેની શરૂઆત વર્ષ 1972માં કરવામાં આવી હતી. તે ભારતના રસ્તે મલેશિયા કે મલક્કા સ્ટ્રેટ તરફ જનારા જહાજોને રસ્તો દેખાડે છે. આ બિંદુનું નામ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના નામ પર પડ્યું હતું.

 

મિની પંજાબના નામથી ઓળખાય 

 

ઈંદિરા પૉઈન્ટ પર કેપબેલ ખાડીમાં એક નાનું ગામ સ્થિત છે. આ ગામને મિની પંજાબના નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યાએ એક ગુરૂદ્વાર પણ છે. તમને જણાવી દઈએ કે ઈંદિરા પૉઈન્ટ પર સ્થિત કેપબેલ ખાડીને ભારતના સૌથી રહસ્યમય સ્થાનોમાં ગણતરી થાય છે. 2011ની જનગણના રિપોર્ટની માનીએ તો અહીં ફક્ત 4 પરિવાર જ રહે છે, જેમની કુલ સભ્યોની સંખ્યા 27 છે.

 

પિગ્મેલિયન પૉઈન્ટથી નામ બદલાયું 

 

કૂટનીતિક અને રણનીતિક દૃષ્ટિથી આ જગ્યા ભારત માટે ઘણી મહત્વપૂર્ણ છે. શરૂઆતમાં આ જગ્યાને પિગ્મેલિયન પૉઈન્ટના નામથી ઓળખવામાં આવતી હતી. જ્યારે 1984માં ઈંદિરા ગાંધીનું મૃત્યુ થયું, તો આ જગ્યાનું નામ બદલીને ઈંદિરા પૉઈન્ટ રાખવામાં આવ્યું. આ જગ્યાની સાક્ષરતા દર 85 ટકા છે.

 

રામ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા

 

વ્યાપારિક, કૂટનીતિક અને રણનીતિક દૃષ્ટિથી મહત્વપૂર્ણ હોવાના કારણે તે અહીં મોટી માત્રામાં સૈનિકો તૈનાત રહે છે. ભગવાન રામ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા પણ અહીં પ્રચલિત છે. આ જગ્યાએથી બંગાળની ખાડી ઘણી શાંત દેખાય છે. જ્યારે મન્નારની ખાડીમાં ઘણી તેજ લહેરો ઉઠે છે. માન્યતા છે કે જ્યારે ભગવાન રામે લંકામાં જવા માટે દરિયામાંથી રસ્તો માંગ્યો તો તેણે ભગવાનને રસ્તો આપવાની મનાઈ કરી દીધી.

 

ત્યાર બાદ ભગવાન ક્રોધિત થઈ ઉઠ્યા અને પોતાનું ધનુષબાણ ઉઠાવી લીધું. તેને જોઈને દરિયાને પોતાની ભૂલ માટે ભગવાન રામ પાસે માફી માંગી અને તેમને રસ્તો દેખાડ્યો. તે સમયથી એક તરફનો સમુદ્ર શાંત છે અને બીજી તરફમાં ઘણી વિશાળ લહેરો ઉઠતી રહે છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS