રાજકોટમાં હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓના યુનિયનના 9 નેતાઓને નોટિસ

  • January 23, 2021 01:49 AM 73 views

બે દિવસમાં ખુલાસો ન કરે તો એપેડેમિક એક્ટ મુજબ પગલાં લેવા કલેકટરને દરખાસ્ત કરાશે: ડીડીઓ અનીલ રાણાવસીયા આકરાં મૂડમાં

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ તારીખ 12 જાન્યુઆરી થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે તેમને ફરજ પર હાજર થવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં હડતાલ સમાપ્ત ન થતા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયા એ યુનિયનના 9 નેતાઓને નોટિસ ફટકારી છે અને જો ત્રણ દિવસમાં ખુલાસો કરવામાં નહીં આવે તો તેમની સામે એપેડેમિક એકટ અંતર્ગત કાર્યવાહી કરવા કલેકટરને દરખાસ્ત કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.


યુનિયનના જે 9 નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે તેમાં રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના મહામંત્રી આર.ડી.ગોહિલ ઉપપ્રમુખ એન.યુ.બગસરિયા, ખજાનચી જે.એમ.કાથરોટીયા કે.જી.હડિયા ઓડીટર જે.જી. કાનાણી સંગઠન મંત્રી એન.જે. નાગેશ્રી સંગઠન મંત્રી આર.જે. દવે એમ જે પરમાર અને એન બી કુમારખાણીયાનો સમાવેશ થાય છે.

કોન્ટ્રાક્ટ બેઈઝ 550 કર્મચારીઓને પાણીચું કેમ ન આપવું?નોટિસ ફટકારી
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના 1300 કર્મચારીઓ હડતાલ પર ગયા છે તેમાં 550 જેટલા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે આ તમામને પણ અગાઉ ફરજ પર હાજર થવા નોટિસ આપવામાં આવી હતી હવે તેમને તેમના કરારનો અંત કેમ ન લાવવો તેવી મતલબની નોટિસ જિલ્લા વિકાસ અધિકારી તરફથી આપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ નોટિસમાં જણાવ્યું છે કે જે કર્મચારીઓ કરાર આધારે નોકરી કરે છે તેમણે નિમણુક હુકમની બોલીઓ અને શરતોનો ભંગ કર્યો છે જુદા જુદા સંવર્ગમાં પાંચ વર્ષના ફિક્સ પગારમાં ફરજ બજાવતા આવા કર્મચારીઓએ ત્રણ દિવસમાં ખુલાસો કરવાનો રહેશે અન્યથા તેમણે કશું કહેવાનું નથી તેમ માનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


નોટિસની ઐસીતૈસી: હડતાલ ચાલુ
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ અને અન્ય એક મહિલા કર્મચારીને આ પ્રકારે નોટિસ આપવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાં નોટિસો આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે આમ છતાં આરોગ્ય કર્મચારીઓ પોતાની લડત ચાલુ રાખવા માટે મક્કમ છે ગઈકાલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરની બેઠક મળી હતી અને હવે આરપારની લડાઇ લડી લેવામાં આવશે તેવું નક્કી કરાયું હતું જુદા જુદા રાજકીય પક્ષોના આગેવાનો એ પણ કર્મચારીઓની હડતાળને સમર્થન જાહેર કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application