રાજકોટમાં ભારે વાહનોને પ્રવેશ બંધીનું જાહેરનામું રદ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં વધતા જતા ટ્રાફિકના કારણે પોલીસ કમિશનર દ્રારા શહેરમાં ભારે વાહન સંબધી અલગ–અલગ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં શહેરમાં ભારે વાહનોને પ્રવેશ બંધી કરવામાં આવી હતી જે જાહેરનામાં ઘણા રસ્તાઓ પર ભારેવાહનની છુટછાટ આપવામાં આવેલ હતી. તેમજ રાજકોટ શહેરની વસ્તીમાં ઘણો બધો વધારો થયો છે. સાથે સાથે નાના મોટા વાહનોમાં પણ વધારો થયેલ છે, જેનાં કારણે નાના મોટા અકસ્માતોનાં બનાવો બનેલ છે. જેથી પોલીસ કમિશનર દ્રારા બહાર પાડેલા જાહેરનામામાં ભારે વાહનો જેવા કે, ટ્રક, ટેન્કર, ટેઇલર, મેટાડોર, ટ્રેકટર વિગેરેને રાજકોટ શહેરમાં અવર–જવર પ્રવેશ માટે પ્રતિબધં ફરમાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ.


સરકાર દ્રારા હાલ દેશભરમાં લોક ડાઉન ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે શહેરમાં લોકડાઉન થયેલ હોય, જેથી હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઇ આવેલ છે. હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં કારણે કેન્દ્ર સરકારની જાહેરનામાં રાજકોટ શહેર ખાતે જાહેર જનતાના લાભાર્થે ફળ–ફળાદિ, શાક–ભાજી તથા જીવનજરીયાતની વસ્તુઓ પુરા પાડતા ભારે વાહનો જેવા કે, ટ્રક, ટેકર, ટેઇલર, મેટાડોર, ટ્રેકટર, વિગેરેને અવર–જવર માટે પ્રવેશ આપવા માટે પોલીસ કમિશનર દ્રારા અગાઉ બહાર પાડેલ જાહેરનામું કેન્દ્ર સરકારનાં જાહેરનામાથી અમલીકરણ સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે અને હાલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને શહેરમાં ભારે વાહનોને પ્રવેશ માટે છૂટ આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application