હવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર

  • May 08, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોવામાં કાલથી 15 દિવસ કરફ્યુ : કણર્ટિક, રાજસ્થાન, બંગાળ અને કેરળમાં પણ નિયંત્રણો

 દેશભરમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેને પગલે હવે એક પછી એક રાજ્યો લોકડાઉનની દિશામાં આગળ વધી રહ્યા છે. હવે તમિલનાડુ સરકારે રાજ્યમાં બે અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યાં મુજબ રાજ્યમાં 10 મેથી બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉની જાહેરાત કરાઈ છે.

 


આ અગાઉ ગઈ કાલે ગોવા અને કણર્ટિકે પણ લોકડાઉનની જાહેરાત કરી. ગોવામાં 9 મેથી 23 મે સુધી રાજ્ય સ્તરે કર્ફ્યૂ લગાવવામાં આવશે. ગોવામાં રાજ્યવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે સરકારે તેને કર્ફ્યુનું નામ આપ્યું છે. આદેશ મુજબ રાજ્યમાં આગામી 9 મેથી આગામી 15 દિવસ એટલે કે 23 મે સુધી કડક કર્ફ્યૂ રહેશે. આ સમયગાળા દરમિયાન ફક્ત તબીબી પુરવઠો સહિત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે અને આશ્ચર્યજનક દુકાનો સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ખુલી શકશે. આ ઉપરાંત સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ્સના ટેકઅવે ઓર્ડર માટે પરવાનગી આપવામાં આવી છે.

 


કણર્ટિકમાં પણ પૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. શુક્રવારે પ્રદેશના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આ અંગે મહત્વની જાણકારી આપી. તેમણે કહ્યું કે 10મેથી લઈને 24 મે સુધી કણર્ટિકમાં પૂર્ણ લોકડાઉન રહેશે. આ દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતા કોઈ પણ છૂટ રહેશે નહીં. લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી રહેશે નહીં.

 


એક દિવસ અગાઉ રાજસ્થાનમાં પણ પૂર્ણ લોકડાઉનની જાહેરાત થઈ ચૂકી છે. પ્રદેશના સીએમ અશોક ગેહલોતે આ અંગે જાહેરાત કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે. રાજસ્થાનમાં 10થી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જે હેઠળ બજાર સંપૂર્ણ બંધ રહેશે. જો કે જરૂરી સેવાઓની અવરજવર પર છૂટ રહેશે. આ અગાઉ કોંગ્રેસ પાર્ટી તરફથી કેન્દ્ર પાસે રાષ્ટ્રીય લોકડાઉનની જાહેરાત કરાઈ હતી.

 


કેરળમાં આજથી 16મીના સવારે 6 વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત કેરળના સીએમ પ્નિારાઈ વિજયને કરી. સીએમ વિજયને કેરળની સ્થિતિને ગંભીર ગણાવી છે અને કહ્યું કે કોવિડની વૃદ્ધિને રોકવા માટે કડક પગલાં લેવા પડશે.

 


ત્રીજીવાર બંગાળના સીએમ બનતા મમતા બેનર્જીએ રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવ્યા છે. તેમણે કહ્યું કે સંક્રમણને જોતા લોકલ ટ્રેનોની અવરજવર રોકવાનો નિર્ણય લેવાયો છે. દુકાનો પણ કેટલાક કલાકો માટે જ ખુલશે. આ ઉપરાંત શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ્સ, બ્યૂટી પાર્લર બંધ રહેશે. આ ઉપરાંત કેટલાક અન્ય પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS