હવે કોરોના રસી લીધાનો ફોટો શેર કરવા પર કેન્દ્ર સરકાર આપશે 5000 રોકડા, બસ કરો આ કામ

  • May 21, 2021 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાના વધતાં સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર રસીકરણ અભિયાન ચલાવી રહી છે. હાલ દેશમાં 18 વર્ષથી વધુની વયના તમામ નાગરિકોનું રસીકરણ ચાલી રહ્યું છે. તેવામાં સરકાર લોકોને ઘરે બેઠા 5000 કમાવાની તક આપી રહી છે. 

 

 

માય ગવર્મેન્ટ ઈન્ડિયાના ટ્વીટર પેજ પર આ ટ્વીટ કરવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે જો તમે તાજેતરમાં જ વેકસીન લીધી છે તો તમે લાખો લોકોને રસી લેવા પ્રેરણા આપી શકો છે. તેના માટે એક રસપ્રદ ટેગલાઈન સાથે પોતાનો રસી લેતા હોય તેવો ફોટો શેર કરવો અને 5000 રૂપિયા જીતવાની તક મેળવો. 

 

 

ટ્વીટર પર આ માટેની લિંક પણ આપવામાં આવી છે જ્યાં ફોટો અને ટેગલાઈન શેર કરવાની છે. દર મહિને સૌથી બેસ્ટ 10 ટેગલાઈનને પસંદ કરવામાં આવશે અને તેને 5000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. જો તમારા પરિવારમાંથી કોઈએ રસી લીધી છે તો તેના ફોટો સાથે પણ તમે ટેગલાઈન લખી મોકલી શકો છો. 

 

 

આ માટે myGov.in પોર્ટલ પર જવું પડશે અહીં લોગ ઈન ટૂ પાર્ટિસિપેટ ટૈબ પર ક્લિક કરી અને ત્યારબાદ નોંધણી માટે જરૂરી વિગતો આપવાની રહેશે. 


 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021