હવે પોસ્ટ ઓફિસમાં જઈને પણ ભરી શકાશે આવકવેરા રીટર્ન, જાણો કેવી રીતે

  • July 20, 2021 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે પોસ્ટ ઓફિસમાંથી પણ આઈટી રિટર્ન ભરી શકાશે. ભારતીય ડાક વિભાગ એટલે કે ઇન્ડિયા પોસ્ટે કરદાતાઓને ઘરઆંગણે સુવિધા મળી રહે તે હેતુસર પોસ્ટ ઓફિસમાંથી પણ આવકવેરાનું રિટર્ન ભરી શકાય તે માટે નવી સવલત આપવાની શઆત કરાઈ છે.

 


આ સાથે હવે પોસ્ટ વિભાગમાં વિવિધ ૭૩ જેટલી આલગ આલગ સર્વિસ પૂરી પાડવામાં આવશે. દેશમાં હાલ ૧ લાખ ૫૪ હજાર ૯૬૫ જેટલી પોસ્ટ ઓફિસ કાર્યરત છે. જે પૈકી ૧ લાખ ૩૯ હજાર ૬૭ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ છે.

 


દેશની તમામ પોસ્ટ ઓફિસના કોમન સર્વિસ સેન્ટર પર લોકો માટે ટપાલ સેવા, બેંકિંગ તેમજ વીમા ક્ષેત્ર માટેની વિવિધ સર્વિસ પુરી પાડવામાં આવે છે. આ સેન્ટર પર કુલ ૭૩ જેટલી સર્વિસ પુરી પડાય છે. જેમાં કેટલીક ઇ–સર્વિસનો પણ સમાવેશ થાય છે.

 


મોટા શહેરોને બાદ કરતા નાના–શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવકવેરા રિટર્ન ભરવામાં ખુબ તકલીફ પડતી હોય છે. પરંતુ હવે પોસ્ટ ઓફિસમાં આઈટી રિટર્ન ભરવાની સવલત ઊભી થતાં મોટાપાયે રાહત થશે.

 


ઇન્ડિયા પોસ્ટે ૧૪ જુલાઈના રોજ તેના સત્તાવાર ટીટર હેન્ડલ પરથી તેની જાહેરાત કરી છે, તેણે જણાવ્યું કે તમારે હવે તમારા આવકવેરા ભરવા માટે દૂર જવાની જર નથી. તમે તમારી નજીકની પોસ્ટઓફિસ સીએસસી કાઉન્ટર આસાનીથી આવકવેરા રિટર્સ સુધી પહોંચી શકો છો. પોસ્ટ ઓફિસ સીએસસી દેશભરમાં ફેલાયેલા કાઉન્ટરો એક બિંદુ દ્રારા લોકોને પોસ્ટલ, બેંકિંગ અને વીમા સેવાઓ જેવી ઘણી આર્થિક સેવાઓ પ્રદાન કરે છે આ પોસ્ટ ઓફિસ સીએસસી કાઉન્ટરો ઘણી સરકારી સેવાઓ અને માહિતી પ્રદાન કરે છે તે લોકોને બીજી ઘણી ઇલેકટ્રોનિક સેવાઓ પણ પ્રદાન કરે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application