111 દિવસનો રેકોર્ડ, 24 કલાકમાં 40953 કેસ સાથે એક્ટિવ કેસ: 2.9 લાખને પાર

  • March 20, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાનો કહેર વધુ તીવ્ર ગતીએ દેશને પોતાની પકડમાં લઈ રહ્યો છે. એક જ દિવસમાં છેલ્લા 111 દિવસનો રેકોર્ડ તોડીને 40953 જેટલા નવા કોરોના કેસ સામે આવ્યા છે. દેશના 17 જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાન્યુઆરી પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

 


આ સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ જબરજસ્ત વધારો થયો છે અને આ આંકડો 2.9 લાખની ઉપર પહોંચી ગયો હતો. જેમાં છેલ્લા 3 દિવસમાં જ 54000થી વધુનો વધારો થયો છે. કાલે 19000 કેસ ભારતના એક્ટિવ કેસના આંકડામાં ઉમેરાયા હતા. જે ગત વર્ષે જ્યારે દેશમાં કોરોનાનો કહેર તેના ચરમ પર હતો અને એક દિવસમાં દેશમાં 90 હજાર કોરોના કેસ નોંધાયા હતા. તે સપ્ટેમ્બરના મહિનાની 10 તારીખ પછીનો અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે.

 


દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પૈકી 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે. વધારે એક્ટિવ કેસ ફક્ત એટલું જ નથી દશર્વિતા કે કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતીએ વધી રહ્યું છે પરંતુ તેનો અર્થ એવો પણ થાય છે કે આગામી સમયમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા પણ વધી શકે છે.

 


દેશમાં 14 જાન્યુઆરી બાદ મૃત્યુઆંક પણ સૌથી વધુ 188 પહોંચ્યો છે. જોકે બીજી તરફ કેસમાં સતત વધારો થતો હોવાથી ટકાવારીની દ્રષ્ટીએ મૃત્યુદર સતત ઘટી રહ્યો છે.
ભારતમાં આજે 40,953 કેસ નોંધાયા હતા. જે ગુરૂરુવારના 39,703 કેસ કરતા વધારે હતા. તો 7 દિવસની રોલિંગ એવરેજ 30 હજારના આંકને પાસ કરી ગઈ છે. જે ગુરૂરુવારે 29,350 હતી અને શુક્રવારના નવા કેસના આંકડા આવ્યા બાદ એવરેજ 31,647 થઈ ગઈ છે જે એવરેજમાં 7.8 ટકાનો વધારો દશર્વિે છે. છેલ્લા 6 દિવસમાં 7 દિવસના એવરેજનો આંકડો સતત 5 ટકાથી વધારેની ગતીએ વધ્યો છે. જે મહામારી શરું થઈ તેની શરુઆતથી અત્યાર સુધીનો સૌથી વધુ તીવ્ર ગતીએ વધતો આંકડો છે.

 


મહારાષ્ટ્રમાં શુક્રવારે 25,681 નવા કોરોના કેસ નોંધાયા હતા જે ગુરવારે નોંધાયેલા 25,833 કેસ કરતા થોડા ઓછા હતા. પરંતુ મુંબઈમાં 3036 નવા કેસ નોંધાયા હતા. જે શહેરમાં એક જ દિવસમાં નોંધાયેલા નવા કોરોના કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. દેશમાં 17 જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાન્યુઆરી પછી શુક્રવારે સૌથી વધુ કેસ નોંધાયા હતા. જે પૈકી પંજાબમાં 2490, ચંડીગઢમાં 214 જે બંને માટે છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ છે.

 


આ સાથે જ કણર્ટિકમાં 1587 જે 25 નવેમ્બર બાદ રાજ્યમાં સૌથી વધુ છે. આ આંકડામાં 1037 જેટલા કેસ તો એકલાં બેંગલુરુમાં નોંધાયા છે. જ્યારે આ વર્ષે 2021માં પહેલીવાર તામિલનાડુમાં દૈનિક કોરોના કેસનો આંકડો 1000ને પાર થયો છે. શુક્રવારે અહીં 1087 નવા કોરોના કેસ નોંધાયા હતા. જે 20 ડિસેમ્બર પછી સૌથી મોટો આંકડો છે. તેમજ મધ્ય પ્રદેશમાં પણ ડિસેમ્બર બાદ પહેલીવાર એક દિવસમાં 1000થી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે બીજા 8 રાજ્યો એવા છે જ્યાં કોરોના કેસ બે આંકડામાં પહોંચ્યો છે.

 

 

જ્યારે બીજા રાજ્યો જ્યાં કોરોના સતત વધી રહ્યો છે તેમાં છત્તિસગઢ 4 જાન્યુઆરી બાદ સૌથી વધુ 1097 કેસ, હરિયાણા 14 ડિસેમ્બર બાદ સૌથી વધુ 872 કેસ, દિલ્હી 27 ડિસેમ્બર બાદ સૌથી વધુ 716 કેસ, રાજસ્થાન 11 જાન્યુઆરી પછી સૌથી વધુ 402 કેસ, ઉત્તર પ્રદેશ 20 જાન્યુઆરી પછી સૌથી વધુ 393 કેસ, પ. બંગાળ 24 જાન્યુઆરી પછી સૌથી વધુ 393 કેસ, તેલંગણા 13 જાન્યુઆરી પછી સૌથી વધુ 313 કેસ, હિમાચલ પ્રદેશ 1 જાન્યુઆરી પછી સૌથી વધુ 182 કેસ, જમ્મુ અને કાશ્મીર 3 જાન્યુઆરી પછી સૌથી વધુ 152 કેસ, ઓડિશા 31 જાન્યુઆરી પછી સૌથી વધુ 110 કેસ અને ઝારખંડ 20 જાન્યુઆરી પછી સૌથી વધુ 105 કેસ નોંધાયા છે. આ સાથે કેરળમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે અહીં શુક્રવારે 1984 કેસ નોંધાયા હતા જે સાથે રાજ્યનો કુલ કેસ લોડ 11 લાખને પાર થઈ ગયો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS