દેશમાં રેકોર્ડબ્રેક 1.31 લાખ નવા કેસથી હાહાકાર: 800થી વધુ મોત

  • April 09, 2021 09:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ સમગ્ર દેશમાં કહેર વર્તાવી રહ્યું છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોનાના કેસોનો રેકોર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ નવા કેસ સમગ્ર દેશમાંથી આવ્યા છે. જે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં સૌથી વધારે કેસો આવ્યા હોવાનું જણાઈ રહ્યુ છે.

 


છેલ્લા 24 કલાકમાં 1.31 લાખથી વધારે કેસ આવ્યા છે. 800થી વધારે લોકોના મોત થયા છે. જયારે 60 હજારથી વધારે લોકો સાજા પણ થયા છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી દસ લાખની તરફ આગળ વધી રહી છે. અત્યારે આ આંકડો 9.74 લાખ સુધી પહોંચી ગયો છે.

 


દેશમાં સતત કરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં સતત કોરોના વાયરસના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના 56,286 નવા કેસ નોંધાયા છે. તો આજે મહારાષ્ટ્ર 376 લોકોના મોત થયા છે. માત્ર મુંબઇની અંદર કોરોનાના 8,938 કેસ સામે આવ્યા છે અને 23 લોકોના મોત થયા છે.

 


આ સિવાય દિલ્હીમાં પણ સ્થિત વણસી છે. 7500 કેસ નવા દિલ્હીમાં આવ્યા છે, જેણે છેલ્લાં છ મહિનાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 32 લાખ 29 હજાર 547 કોરોના કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલા કુલ મૃત્યુઆંકની વાત કરીએ તો તે 57,028 પર પહોંચ્યો છે. ગઇ કાલે એટલે કે બુધવારે 59 હજાર 907 કોરોના કેસ સામે આવ્યા હતા. જ્યારે સોમવારે 47 હજાર 288 લોકોને કોરોના કેસ સામે આવ્યા હતા.

 


ઉલ્લેખનીય છે કે એકતરફ મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં બમ્પર વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યમાં રસી મુદ્દે રાજકારણ ગરમાયું છએ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર તમને પુરતી કોરોના રસી આપતી નથી.


પાંચ દિવસમાં જ 5.71 લાખ કેસ
 શુક્રવાર  1.31 લાખ કેસ
 ગુરૂવાર  1.26 લાખ કેસ
 બુધવાર  1.15 લાખ કેસ
 મંગળવાર  96 હજાર કેસ
 સોમવાર  1.03 લાખ કેસ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS