મુંબઈની આ નર્સને બ્રિટનમાં  કોરોના ક્રિટિકલ વર્કર હીરો એવોર્ડ એનાયત થશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સમગ્ર દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે હજારો તબીબો અને નર્સો આ દર્દીઓની સેવામાં ખડે પગે રહે છે, એવામાં મૂળ મુંબઈની એક નર્સને બ્રિટન સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવી રહી છે.

 

યુનાઇટેડ કિંગડમે હોર્લો ટાઉનમાં રિઝા અબ્રાહમ નામની નર્સને ક્રિટિકલ વર્કર હીરો એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યોછે રિઝાને આ સન્માન માટે પસંદ કરવા માટે તેની પાસે આવતા દર્દીઓની સંખ્યાનો આંકડો અને તેના દ્વારા તેણે કરેલી સરાહનીય સેવા છે.

 

રિઝાને દોઢ વર્ષની બાળકી છે તેને છોડીને સતત તેણી કોરોનાના દર્દીઓની વચ્ચે સેવા કરી રહી છે, બીજાને આ સન્માન આપવામાં આવી રહ્યું છે જેમાં લખેલું છે કે કોરોનાના ગંભીર દર્દીઓની ખૂબ જ પ્રશંસનીય કહી શકાય તેવી સેવા કરી છે.


મુંબઈમાં જન્મેલી રિઝા આરોગ્ય અધિકારી ડો.ડી.રાજનની પુત્રવધુ છે, જેઓ આ સમયે છત્તીસગઢમાં કોરોના નોડલ અધિકારી તરીકે ફરજમાન છે, હોસ્પિટલના અધિકારીઓએ સન્માન આપતા જણાવ્યું છે કે નર્સ રિઝા એ કામને ઘણી ગંભીરતાપૂર્વક કર્યું છે, અને લોકોની વચ્ચે રહી નાની જાગૃતિ પણ ફેલાવી છે.

 

રિઝાની આ પ્રકારની કામગીરી પ્રત્યેનું સમર્પણ જોઈને હોસ્પિટલના અધિકારીઓ જણાવે છે કે આ પડકાર ભર્યા સમયમાં રિઝા અને તેના સહ કર્મચારીઓ આગળ આવી અને દર્દીઓની સેવા કરવામાં દિવસ-રાત લાગેલા રહ્યા હતા, જ્યારે તેણે આ કામ કરતી વખતે પોતાને કોરોના થવાનો ડર રહેલો હોય છે, પરંતુ તેણીએ આ બાબતની પરવા કરી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application