લોકડાઉન બાદ આર્થિક મુશ્કેલી અનુભવતા વકીલોના ઓફિસ વેરા માફ કરવા રજૂઆત

  • June 17, 2021 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાર એસો.ના સેક્રેટરી જીેશ જોષીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

 


કોરોના કાળમાં સરકાર દ્રારા હોટલ, રેસ્ટોરન્ટ વિગેરેના વેરા માફ કરવામાં આવ્યા છે.ત્યારે ર સવા વર્ષથી કોર્ટેા બધં હોવાથી છેલ્લા એક વર્ષના વકીલોની ઓફીસના વેરા માફ કરી જાહે૨નામુ બહાર પાડવા અંગે રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી જીેશ જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.

 


ગુજરાત સ૨કા૨ ધ્વારા કોરોના મહામા૨ી દ૨મ્યાન હોટેલ, રેસ્ટોરન્ટને મુશ્કેલી પડી અને ધંધા રોજગા૨ ઉ૫૨ અસ૨ થતા સંવેદન સ૨કા૨ે ગુજરાતની તમામ હોટેલ અને રેસ્ટોરન્ટના વેરા માફ કરી સરાહનીય નિર્ણય કર્યેા છે. સ૨કા૨ે હોટેલ અને રસ્ટોરન્ટની જે હાલાકી જોઈ નિર્ણય કર્યેા છે તે મુજબ ગુજરાતના ૮૫૦૦૦ વકીલો છેલ્લા સવા વર્ષથી તમામ કોર્ટેા બધં હોવના કારણે અનેક વકીલોએ આપઘાત કર્યા હોવાનું જાહેર થયુ છે.

 

તથા પોતાના પરીવાર માટે વકીલાતનો મોભાદાર વ્યવસાય છોડવા મજબુર બન્યા હતા. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કાયદા મંત્રીએ ગુજરાતના વકીલોની ઓફીસ વકીલોનો વ્યવસાય સવા વર્ષ થી બધં હોય અને ચાર મહીના તો ગુજરાતમાં સંપૂર્ણ બધં હોય, જે ધ્યાને લઈ વકીલોને છેલ્લા એક વર્ષ માટેના મ્યુની. કોર્પેારેશનનો ઓફીસ ટેક્ષ માફ કરવા અને ૮૫૦૦૦ વકીલોની વેદના સમજી સરકાર યોગ્ય નિર્ણય કરે તે માટે રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી જીેશ જોશીએ મુખ્યમંત્રી વિજયભાઈ પાણીને પત્ર લખી રજુઆત કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS