અમદાવાદ, ભાવનગર, વડોદરા પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત, ક્લિક કરીને વાંચો વિગતો

  • March 10, 2021 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે તમામ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. આ અંગે તાજેતરમાં જ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ખાસ બેઠક મળી હતી. જ્યાર બાદ આજે નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. 

 

 

અમદાવાદ

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હિતેશ બારોટ,પક્ષ ના નેતા પદે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. 

 

 

વડોદરા 

વડોદરાનાં નવા મેયર તરીકે કેયુરભાઇ રોકડીયાની વરણી ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીનાં નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઇ પટેલ, દંડક તરીકે ચિરાગભાઇ બારોટ અને શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઇ લિંબાચિયાની વરણી કરવામાં આવી છે. 

 

 

ભાવનગર

ભાવનગરનાં નવા મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત કરાઈ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની નિમણૂંક કરાઈ છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS