આ ટીવી સ્ટારને પણ આવ્યો હતો આત્મહત્યાનો વિચાર, ગર્ભસ્થ બાળકે રાખી જીવતી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ ફિલ્મ અને ટીવી જગતને શોકમાં ડુબાડી દીધું છે. સિરિયલ નવ્યા ફેઈમ અભિનેત્રી સૌમ્યા શેઠે એ બાબતનો ખુલાસો કર્યો છે કે ક્યારેક તેમના જીવનમાં પણ આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. પરંતુ તે આમ કરી શકી ન હતી.

 

 સૌમ્યાએ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ પોતાની આપવિતી ઇનસ્યગ્રામ  પર શેર કરી છે. તેણે એક લાંબી પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં જણાવ્યું છે કે તેણે ક્યારેય એવું વિચાર્યું ન હતું કે તે આ દુનિયાની સામે આ બાબત રજૂ કરશે. પરંતુ તેણે આશા વ્યક્ત કરી હતી કે તેનો અનુભવ અન્ય કોઈની જિંદગી બચાવી શકે છે અને તેની મદદ કરી શકે છે.

 

સૌમ્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું ભૂતકાળમાં કેટલાક મહિનાઓ સુધી તેના મનમાં આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા. પોતાના હસતા ચહેરાની પાછળ તેણે આ વિચારો છુપાવી રાખ્યા હતા. ઘણા બધા કાર્યક્રમોમાં તે ઉપસ્થિત રહેતી હતી અને દરેક લોકો સાથે હસીને વાત કરતી હતી.

 

પરંતુ જેવા લોકો પોતાના ઘરે ચાલ્યા જતા હતા ત્યારે તે પોતાને મારવા માટેની પદ્ધતિ શોધ્યા કરતી હતી. તે પોતે ખૂબ નિરાશ થઈ ચૂકી હતી અને પોતાને અરીસામાં નિહાળી અને વિશ્વાસ નહતો થતો કે આ પોતે જ છે.

 

તેના હાથ અને ચહેરા પર નિશાન હતા તેનું માથું દુઃખી રહ્યું હતું, અંદરથી જીવન મરી ચૂક્યું હતું. શ્વાસ લઇ રહી હતી પરંતુ કોઈ કામ થઇ રહ્યું ન હતું અને એવું લાગતું હતું કે બધાએ તેને તરછોડી દીધી છે, કોઈ તેને પ્રેમ કરતું નથી.

 

સૌમ્યાએ આગળ લખ્યું હતું કે "પરંતુ મેં આત્મહત્યાનો વિચાર નહીં કર્યો અને કરી શકતી ન હતી, કારણકે મારે જીવવાનું હતું. અને જીવવા માટે જાણે હું મજબુર હતી.હુ સગર્ભા હતી અને શક્ય હોતતો પોતાના જીવનને તેની ખતમ કરી નાખત, પરંતુ એ વાતને લઈને તેને ગુસ્સો આવતો હતો કે મારા સત્ય વિશે કોઈ જાણતું ન હતું."

 

વધુમાં તેણે લખ્યું હતું કે અત્યાર સુધી જે લોકોએ આત્મહત્યા કરી છે, કદાચ તેઓ પણ મારી, તમારી અને સુશાંતની જેમ જ સ્ટ્રોંગ હશે. પ્રત્યુષા બેનર્જી યાદ છે, ક્યારેક ક્યારેક સફળ કારકિર્દી અને સારો પરિવાર પણ લોકોનો વિરોધી બની શકે છે.

 

જે લોકોના મગજમાં આત્મહત્યાના વિચારો આવે છે તેઓને સૌમયાએ અપીલ કરી છે. અભિનેત્રીએ લખ્યું છે કે પ્લીઝ તમને ખબર હોવી જોઈએ કે તમને પ્રેમ કરવાવાળા લોકો છે જે તમારી વાત સાંભળશે. જો એવું ન જોવા મળતું હોય તો પોતાને અરીસામાં નિહાળો અને વિચારો કે તમે કેટલા શાનદાર વ્યક્તિત્વ છો, અને કેટલી ખુશીઓ માટે હકદાર છો અને બીજાને પણ પ્રેરિત કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS