છેલ્લા એક વર્ષમાં દર બેમાંથી એક અમેરિકન ભારતીય ભેદભાવનો શિકાર

  • June 11, 2021 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વંશીય ભેદભાવના કિસ્સા વધ્યા: રિપોર્ટમાં થયો ખુલાસોઅમેરિકામાં વસવાટ કરતા ભારતીય મૂળના નાગરિકોને પાછલા એક વર્ષ દરમિયાન સતત ભેદભાવનો સામનો કરવો પડયો છે તેમ એક નવા રિપોર્ટમાં બહાર આવ્યું છે. સર્વે રિપોર્ટ અનુસાર દરેક બે ભારતીય અમેરિકનમાંથી એક ભેદભાવનો શિકાર થયો હતો. તાજેતરમાં અમેરિકામાં વંશીય ભેદભાવની અનેક ઘટનાઓ સામે આવતાં સર્વે કરવામાં આવ્યો હતો.

 


નોંધનીય છે કે અમેરિકામાં અપ્રવાસી નાગરિકોની સંખ્યાના મોરચે ભારતીય અમેરિકનો બીજા ક્રમ પર છે. ઈન્ડિયન અમેરિકન એટિટયૂડસ સર્વે જોહન હોપકિન્સ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા અને કાર્નેગીએ પોલિંગ ગ્રૂપ ઢજ્ઞીઋજ્ઞદ સાથે મળીને કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ૧૨૦૦ અમેરિકન ભારતીયને સામેલ કરવામાં આવ્યા હતા અને આ સર્વે એક સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે અમેરિકાની બહાર જન્મેલા, ખાસ કરીને ભારતમાં જન્મેલા અમેરિકન નાગરિકોની સરખામણીએ અમેરિકામાં જન્મેલા ભારતીય અમેરિકન્સ દ્રારા ફરિયાદની સંભાવના વધારે હતી.

 


રિપોર્ટ અનુસાર અમેરિકામાં ૧૦માંથી આઠ ભારતીય મૂળના લોકો પોતાના સમુદાયમાં જ લ કરવાનું પસદં કરે છે. અમેરિકામાં જન્મેલા ભારતીય મૂળના નાગરિકના ભારતીય મૂળની વ્યકિત સાથે લની સંભાવના ચારગણી વધારે હોય છે. જો કે સર્વે એવું પણ કહે છે કે તેઓ અમેરિકામાં જન્મેલા ભારતીય મૂળની વ્યકિત સાથે લ કરવાનું વધારે પસદં કરે છે. અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકોની વસ્તી કુલ વસ્તીના એક ટકાથી વધારે છે. ૨૦૧૮ના આંકડા અનુસાર અમેરિકામાં ભારતીય મૂળના ૪૨ લાખ લોકો વસવાટ કરે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application