ભચાઉ પાસે બે બાઇક ટકરાતાં એકનું મોત, બે ઘાયલ

  • November 24, 2020 10:02 AM 659 views


ગાંધીધામ :  ભચાઉના ગોકુલગામ પાસે બે બાઇક સામ સામી ટકરાતાં એક બાઇકના સવારને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે તેમનું મોત નિપયું હતું તો અકસ્માત સર્જનારબાઇક ચાલક અને તે બાઇક ઉપર સવાર યુવાનને પણ ઇજા પહોંચી હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઇ છે.
નાની ચીરઇ ગામ પાસે આવેલા ફ્રીડમ પેટ્રોલપમ્પમાં નોકરી કરતા ૩૩ વર્ષીય યશપાલસિંહ રણજિતસિંહ જાડેજા તેમના પેટ્રોલપમ્પના રસોડા માટે ગત સાંજે બાઇક પર દૂધ લેવા ગયા હતા ત્યારે ગોકુલ ગામના બ્રીજ ઉતરતાં ફડલેન્ડ કંપની નજીક સર્વિસ રોડ ઉપર પૂરપાટ આવેલા જીજે–૧૨–બીએન–૫૧૮૬ નંબરની બાઇકના ચાલકે યશપાલસિંહની બાઇકમાં જોરદાર ટક્કર મારતાં યશપાલસિંહને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે તેમનું મોત નિપયું હતું તો અકસ્માત સર્જનાર બાઇક ચાલકને તથા પાછળ સવાર વ્યકિતને પણ ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હોવાની ફરિયાદ પેટ્રોલપમ્પમાં નોકરી કરતા સલીમ અબ્બાસ સંઘરિયાતે ભચાઉ પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે અકસ્માત સર્જનાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application