વધુ એક 18 વર્ષીય tiktok સ્ટાર યુવતીએ કર્યો આપઘાત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડિપ્રેશનના વધી રહેલા કેસ વચ્ચે વધુ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. દિલ્હી યુનિવર્સિટીની 18 વર્ષની છોકરીએ ડિપ્રેશનને કારણે આપઘાત કરી લીધો છે. આ છોકરી TikTokની મોટી સ્ટાર હતી. તેના વીડિયો પ્લેટફોર્મ પર અનેક ફોલોઅર્સ હતા. જોકે, પોલીસને આ મામલામાં કોઈ સુસાઇડ નોટ નથી મળી. કહેવામાં આવે છે કે ટિકટૉક પર પ્રતિબંધ લાગી ગયા બાદ આ છોકરી ખૂબ જ પરેશાન હતી.

 

આ યુવતીનું નામ પોલીસે જાહેર કર્યું નથી. પ્રાપ્ત  સમાચાર પ્રમાણે આ યુવતીનો  મૃતદેહ સૌપ્રથમ તેના પિતરાઇએ જોયો હતો. તેણે જ આ અંગેની જાણકારી આપી હતી. પરિવારના અમુક લોકોએ પોલીસને જણાવ્યું હતું કે આ છોકરી છેલ્લા બે ત્રણ મહિનાથી ડિપ્રેશનમાં હતી. આ જ કારણે તેણીએ આપઘાત કર્યો હોઈ શકે છે.


 થોડા દિવસ પહેલા ટિકટૉકની જ એક સ્ટાર સિયા કક્કડે આત્મહત્યા કરી લીધી હતી. ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ્સમાં ખૂબ જ પ્રસિદ્ધ વીડિયો મેકિંગ ટિકટૉક પણ સામેલ છે. 

 

છેલ્લા થોડા દિવસોમાં ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોમાં ડિપ્રેશન અને સુસાઇડના સમાચાર સતત સામે આવી રહ્યા છે. ટીવી એક્ટર મનમીત ગ્રેવાલને પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. તો ક્રાઇમ પેટ્રોલમાં નજરે આવતી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ ઇન્દોરમાં પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. આ સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું મોટું નામ એવા સુશાંતસિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સામે આવેલા સમાચાર પ્રમાણે સુશાંતસિંઘની છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનની સારવાર ચાલી રહી હતી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS