ગુજરાતમાં ડ્રોન ઉડાડવા માટે ઓનલાઈન પરમિશન ફરજિયાત

  • March 16, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડ્રોન રેગ્યુલેશનના નિયમો ટૂંક સમયમાં જાહેર કરાશેકેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ડ્રોન રેગ્યુલેશનના નિયમો લાગુ છે. કેન્દ્ર સરકારના આ નિયમ પ્રમાણે હવે ડ્રોન ઉડાડવા માટે લાઈસન્સ જરુરી બનશે અને ટ્રેનિંગ પણ ફરજિયાત લેવી પડશે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ આ નિયમો પર અભ્યાસ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 


રાજ્યમા ડ્રોનના નિયમ લાગુ કરવામા આવશે. જેમાં કોઇપણ સ્થળે ડ્રોન ઉડાડવા હશે તો તેની પરવાનગી લેવી ફરજિયાત બનશે. રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્ય ના મહાનગરોમા ડ્રોન નિયમ પહેલેથી જ લાગુ કરવામાં આવ્યો છે. પોલીસની પરવાનગી વગર ડ્રોન ઉડાડવું એ નિયમોને વિરુદ્ધ છે. ડ્રોન ઉડાડતા પહેલા પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીની પરવાનગી લેવી ફરજિયાત છે, ત્યારે આવનારા સમયમાં કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે રાજ્યના તમામ વિસ્તારોમાં આ નિયમો લાગુ કરવામાં આવશે.

 


ગૃહ વિભાગના ઉચ્ચ સ્તરીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ડ્રોન રેગ્યુલેશન નિયમ લાગુ કર્યો છે, ત્યારે ગુજરાતમાં આ નિયમને લાગુ કરવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન પ્રમાણે ડ્રોન ઉડાડવા માટે ઓનલાઈન પરમિશન લેવી ફરજીયાત છે. આ માટે ડી.સી.જી.એ ની પરવાનગી પણ લેવી પડશે.

 


કેન્દ્ર સરકાર દ્વારા જે નિયમ બહાર પાડવામાં આવ્યાં છે. તે નિયમ પ્રમાણે દેશભરમાં 250 ગ્રામથી વધુના વજન વાળા ડ્રોન ઉડાડવા માટે લાયસન્સ અને ટ્રેનિંગ ફરજીયાત કરી દેવામાં આવી છે. વગર ટ્રેનિંગ અને લાયસન્સ વગર જો ડ્રોન ઉડાડવામાં આવશે તો રૂપિયા 25 હજાર સુધીનો દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે રીમોટ પાયલોટ લાઇસન્સ માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર ધોરણ 10 સુધીનું ભણતર અને મેડિકલ ફીટ એટલે કે મેડિકલ સર્ટિફિકેટ સાથે સાથે સરકારી પરીક્ષા પણ પાસ કરવી પડશે.

 


ડ્રોન ખોવાઈ જાય અથવા તો તૂટી જાય તો આ બાબતની જાણ સરકારને જાણ ફરજિયાત રીતે કરવાની રહેશે. જ્યારે નેનો ડ્રોન 15 મી મધ્યમ 3.60 મીટર અને નાના ડ્રોન 120 મીટરની ઊંચાઈ પર ઉડાડવાની પરવાનગી આપવામાં આવશે. જ્યારે પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવુ અને ફોટોગ્રાફી કરવાનો પ્રતિબંધ રહેશે.

 


કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકાર પણ ડ્રોન પોલીસી બનાવી રહી છે તેની અમલવારી ગમે તે ઘડીએ કરવામાં આવશે આ માટે કાયદા વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS