રાજકોટમાંથી કોરોના ગાયબ, ઓગસ્ટમાં મળ્યા માત્ર ૧૯ કેસ

  • August 26, 2021 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં જન્માષ્ટ્રમીના તહેવારો પૂર્વે જાણે કોરોના ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખરેખર આવું થવાનું કારણ વેકિસનથી વધેલી ઈમ્યુનિટી છે કે પછી મહાપાલિકાની આંકડાની ઈન્દ્રજાળ રચવાની જાદુગરી છે તેવો સવાલ ઉઠયા વિના રહેતો નથી! ચાલુ ઓગસ્ટ મહિનાના ૨૬ દિવસમાં કોરોનાના ફકત ૧૯ કેસ મળ્યા છે. વિશેષ બાબત તો એ છે કે, ૨૬માંથી ૧૩ દિવસ તો એવા છે કે, જેમાં શૂન્ય કેસ મળ્યા છે.

 


રાજકોટ મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.લલિત વાંના જણાવ્યા મુજબ ઓગસ્ટ–૨૦૨૧માં રાજકોટ શહેરમાં તા.૧ના ૧ કેસ, તા.૨ના ૧, તા.૩ના શૂન્ય, તા.૪ના શૂન્ય, તા.૫ના શૂન્ય, તા.૬ના ૧, તા.૭ના ૧, તા.૮ના ૧, તા.૯ના પાંચ, તા.૧૦ના ૧, તા.૧૧ના શૂન્ય, તા.૧૨ના શૂન્ય, તા.૧૩ના શૂન્ય, તા.૧૪ના ૪, તા.૧૫ના શૂન્ય, તા.૧૬ના શૂન્ય, તા.૧૭ના ૧, તા.૧૮ના ૧, તા.૧૯ના શૂન્ય, તા.૨૦ના શૂન્ય, તા.૨૧ના શૂન્ય, તા.૨૨ના ૧, તા.૨૩ના ૧, તા.૨૪ના શૂન્ય, તા.૨૫ના શૂન્ય અને તા.૨૬ના બપોર સુધીમાં શૂન્ય કેસ નોંધાયા છે.
મહાપાલિકાએ આજે બપોરે જાહેર કરેલા કોવિડ બુલેટિન અનુસાર શહેરમાં આજે પણ શૂન્ય કેસ મળ્યા છે અને હાલ સુધીના કુલ કેસ ૪૨૮૦૯ થયા છે, જે પૈકી ૪૨૩૪૨ દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા અપાઈ છે. હાલ સુધીમાં કુલ ૧૩,૨૭,૧૫૨ નાગરિકોના કોરોના ટેસ્ટ કરાયા છે. રાજકોટ શહેરમાં રિકવરી રેઈટ ૯૮.૯૦ ટકા રહ્યો છે અને પોઝિટિવિટી રેઈટ ૩.૨૩ ટકા રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS