કલેકટર કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને પરિવારજનોના દેખાવો: પોલીસ કમિશનરને ચિલ્ડ્રન હોસ્પિટલ વિધ્ધ ફરિયાદ
રાજકોટમાં ગોંડલ રોડ પર એસટી વર્કશોપ્ની પાછળના ભાગે આવેલ આંબેડકરનગરમાં રહેતા કિશોરભાઈ માધવજીભાઈ રાખસીયાના પુત્ર ઉમેશ (ઉ.વ.14)ને સારવાર માટે ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. એક વર્ષથી આ બાળક થેલેસેમિયાગ્રસ્ત છે અને તેને એચઆઈવી પોઝિટિવવાળું લોહી ચડાવી દેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કોંગ્રેસના પ્રદેશ આગેવાન ડો.હેમાંગ વસાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને ઉમેશના પરિવારજનો મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ એકત્ર થયા હતા.
બાદમાં આ મુદ્દે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપવામાં આવી છે અને આ સમગ્ર પ્રકરણ સંદર્ભે સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કના વડા ડો.ગૌરવી ધ્રુવ, ચિલ્ડ્રન હોસ્પિટલના મેડિકલ ઓફિસરો સહિતનાઓને આરોપી ગણી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.
ઉમેશના પરિવારજનોના જણાવ્યા મુજબ ગત તા.4 જાન્યુઆરીના રોજ જ્યારે સિવિલ હોસ્પિટલમાં અમે બ્લડ ચડાવવા માટે ઉમેશને લઈ ગયા ત્યારે તેનો એચઆઈવી રિપોર્ટ પોઝિટિવ હતો પરંતુ બ્લડ ચડાવ્યા બાદ તે એચઆઈવી પોઝિટિવ બની ગયેલ હોવાથી આ બાબતમાં જવાબદાર લોકો સામે પગલાં લેવાવા જોઈએ.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230