મોરબીના મુખ્ય માર્ગો પર ખુલ્લેઆમ બાઈક સ્ટંટ, પોલીસને કેમેરામાં નથી દેખાતા ?

  • March 19, 2021 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  મોરબી શહેરમાં બાઈક સ્ટંટ કરનાર યુવાનો બેફામ બન્યા છે જેને પોલીસનો કે કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય તેમ શહેરના મુખ્યમાર્ગો પર બેફામ બાઈક સ્ટંટ કરીને ખુલ્લેઆમ સોશ્યલ મીડિયામાં વિડીયો ફરતા કરી રહયા છે તો શહેરના સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન હોય તેમ પોલીસને કેમેરામાં આવા ઈસમો દેખાતા નથી ? તેવો સવાલ ઉપસ્થિત થયો છે


   મોરબીના શનાળા રોડ, નવલખી રોડ અને રેલ્વે સ્ટેશન રોડ પર બાઈકસવાર યુવાનો જોખમી સ્ટંટ કરી રહ્યા છે અને આવા જોખમી સ્ટંટ કરીને તે વિડીયો પણ સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર અપલોડ કરી રહ્યા છે છતાં મોરબીની બહાદુર પોલીસને આવા વિડીયો ધ્યાનમાં આવતા નથી એટલું જ નહિ શહેરના મુખ્યમાર્ગો સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યા છે પરંતુ આ કેમેરામાં બાઈક સ્ટંટ કરનાર ઈસમો પોલીસને દેખાતા ના હોય તેમ કોઈ કાર્યવાહી કરાતી નથી જેથી આવા નબીરાઓ બેફીકર બનીને બાઈક સ્ટંટ કરી રહ્યા છે તેમજ વિડીયો પણ સોશ્યલ મીડિયામાં અપલોડ કરી રહયા છે શહેરના મુખ્ય માર્ગો પર આવા જોખમી સ્ટંટથી સ્ટંટ કરનાર ઉપરાંત શહેરના અન્ય નિર્દોષ નાગરિકોના જીવ પણ જોખમમાં મુકાય છે અને અકસ્માતનો ભય સતત રહેતો હોય છે તો શહેરના વિવિધ વિસ્તારમાં આવા સ્ટંટ કરાય છે છતાં પોલીસના કેમેરામાં તે કેદ થતા નથી તેવા સવાલો ચોક્કસ થાય છે મોરબીની બહાદુર પોલીસ આવા ઇસમોને કાયદાનું ભાન કરાવે અને તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી છે અન્યથા આવા સ્ટંટ કરનાર ઈસમો ક્યારેક પોતાને અથવા તો અન્ય નિર્દોષ નાગરિકોનો ભોગ લેશે તેમજ પોલીસ તાત્કાલિક કાર્યવાહી ના કરે તો અન્ય યુવાનો પણ આવા કૃત્યો કરવાની હિમત દાખવી સકે છે  
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS