યુનિવર્સિટી રોડ પર ખુલ્લેઆમ ધમધમતા દ્રારકાધિશ રેસ્ટોરન્ટને રૂા.૫૦૦૦નો દંડ

  • May 15, 2021 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ આજે સવારથી વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવ શાખાનો કાફલો લઇ શહેરભરમાં સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતાં તે દરમિયાન હાલમાં મિનિ લોકડાઉન વચ્ચે યુનિવર્સિટી રોડ પર ખુલ્લેઆમ ધમધમતા દ્રારકાધીશ રેસ્ટોરન્ટ પાસેથી રૂા.૫૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વિશેષમાં મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર સદગુરૂ આશ્રમ નજીકથી ચાનો થડો અને સતં કબીર રોડ પરથી ફાસ્ટફુડનું ટેબલ જ કયુ હતું. યુનિ. રોડ પરનું દ્રારકાધીશ રેસ્ટોરન્ટ બહારથી બધં અને અંદરથી ચાલુ હોવાનું માલુમ પડતા મ્યુનિ. સ્ટાફ પણ ચોંકી ઉઠયો હતો. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application