ગડુ શેરબાગમાં વાવાઝોડા વચ્ચે વીજતંત્રની યુધ્ધના ધોરણે કામગીરી

  • May 19, 2021 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગડુ શેરબાગ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે તાઉતે વાવાઝોડાને કારણે અસંખ્ય વીજપોલ ગીર વિસ્તારમાં તથા ગડુ વિસ્તારમાં ધરાશાયી થયા હતાં. વીજ વાયરો તૂટી જતાં જીઇબીને લાખો ‚પિયાનું નુકસાન થયેલ છે.


વાવાઝોડા દરમિયાન ખોરવાયેલ વીજ પુરવઠો જીઇબીના અધિકારી તથા ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વીજ પુરવઠો પૂર્વવત કરતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. પીજીવીસીએલના નાયબ ઇજનેર શિંગડીયા, રાઠોડ અને જુનિયર ઇજનેર બાવકુ તથા સ્ટાફની સરાહનીય કામગીરીથી ગણતરીના કલાકોમાં ગડુ જયોતિગ્રામ વીજ પુરવઠો પૂર્વવત થતાં લોકોએ રાહતની લાગણી અનુભવી છે અને થોડા સમયમાં વાડી વિસ્તારોના ફીડરો પણ ચાલ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું છે.અસરગ્રસ્ત વિસ્તાહ હોવા છતાં પીજીવીસીએલની ટીમ સતત ખડેપગે રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS